મૅરી કૉમનો મેડલ પાકો

Published: 7th August, 2012 03:07 IST

દીકરાઓનો જન્મદિન રવિવારે હતો, પરંતુ ગઈ કાલે તેણે મેડલ નક્કી કરીને અવસર યાદગાર બનાવ્યો, બૉક્સર મૅરી કૉમ ટ્યુનિશિયાની હરીફ સામે આસાનીથી જીતીને સેમીમાં

mery-kom-madelપાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલી ભારતીય મહિલા બૉક્સર એમ. સી. મૅરી કૉમે ગઈ કાલે લંડન ઑલિમ્પિક્સમાં મહિલાઓની ફ્લાયવેઇટ (૫૧ કિલો) કૅટેગરીની સેમી ફાઇનલમાં પહોંચીને ભારત માટે નવો ઇતિહાસ સરજ્યો હતો. આ રમતોત્સવમાં પહેલી જ વખત યોજવામાં આવેલી આ સ્પર્ધાના લાસ્ટ-ફોર સ્તરે પહોંચીને મૅરી કૉમે એક મેડલ પાકું કરી લીધું હતું.

બૉક્સિંગમાં બ્રૉન્ઝ મેડલ માટે પ્લે-ઑફ નથી રમાતી એટલે જો મૅરી કૉમ આવતી કાલની સેમી ફાઇનલ હારી જશે તો પણ તેને બ્રૉન્ઝ મેડલ મળશે.

૨૯ વર્ષની મૅરી કૉમ રવિવારનો બાઉટ જીતીને ક્વૉર્ટરમાં પહોંચી હતી. તેને ટ્વિન્સ પુત્રો છે અને એ દિવસે તેમનો પાંચમો બર્થ-ડે હતો. જોકે ગઈ કાલે સેમીમાં પહોંચવાની સાથે મૅરી કૉમે મેડલ પાકું કરીને તેમના માટે બર્થ-ડેની ગિફ્ટ તૈયાર કરી દીધી છે.

ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં મૅરી કૉમે ટ્યુનિશિયાની મારોઉવા રાહાલીને આસાનીથી હરાવી હતી. મૅરી કૉમનો ૧૫-૬થી જ્વલંત વિજય થયો હતો.

પ્રત્યેક ભારતીયને મારી પત્ની પર ગર્વ થતો હશે

મૅરી કૉમનો પતિ ઑનલેર કૉમ જ તેનો કોચ છે. જોકે તેમના ટ્વિન્સ બહુ નાના હોવાથી તે તેમનું ધ્યાન રાખવા માટે લંડન જવાને બદલે ઘરે જ રહ્યો છે.

ઇમ્ફાલમાં રહેતા ઑનલેર કૉમે ગઈ કાલે એક ટીવી ચૅનલને કહ્યું હતું કે ‘મારી પત્નીએ મેડલ પાકું કરી લીધું હોવાથી પ્રત્યેક ભારતીયને તેના પર ગર્વ થતો હશે. મૅરીએ હંમેશાં જે સ્પર્ધામાં મેડલ જીતવાનો સંકલ્પ કયોર્ છે એનું મેડલ મેળવીને જ રહી છે. મેં તેને હરીફો સામે તમામ પ્રકારની ટેક્નિકો વાપરવાની સલાહ આપી હતી. તે એ પ્રમાણે જ કરતી રહી છે અને જીતી રહી છે.’

ડિસ્ક થ્રોમાં વિકાસ ફાઇનલમાં

ડિસ્ક થ્રોમાં ભારતનો વિકાસ ગોવડા ફાઇનલમાં પહોંચી ગયો છે. આ નિર્ણાયક મુકાબલો આજે મધરાત પછી ૧૨.૧૫ વાગ્યે ઈએસપીએન અને ડીડી સ્પોર્ટ્સ પર જોવા મળશે

ગગન, રાજપૂત અને સંધુ આઉટ

શૂટિંગમાં ગઈ કાલે ભારતને બે મોટા આંચકા વાગ્યા હતા. ૫૦ મીટર થ્રી-પોઝિશનની હરીફાઈના પ્રાથમિક રાઉન્ડમાં ૪૧ શૂટરોમાં ગગન નારંગ ૨૦મા નંબરે અને સંજીવ રાજપૂત ૨૬મા નંબરે રહ્યો હતો અને તેઓ બન્ને સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયા હતા. ટ્રૅપ શૂટિંગમાં માનવજિત સિંહ સંધુ ૩૪ શૂટરોમાં ૧૬મો રહેતાં ફાઇનલ માટે ક્વૉલિફાય નહોતો થઈ શક્યો.

મેડલ-ટેબલ

ક્રમ

દેશ

ગોલ્ડ

સિલ્વર

બ્રૉન્ઝ

કુલ

ચીન

૩૧

૧૯

૧૪

૬૪

અમેરિકા

૨૮

૧૪

૧૯

૬૧

ગ્રેટ બ્રિટન

૧૭

૧૧

૧૧

૩૯

સાઉથ કોરિયા

૧૧

૨૨

ફ્રાન્સ

૨૫

૪૧

ભારત

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK