મનદીપ સિંહને હૉસ્પિટલમાં દાખલ, કન્ડિશન સ્ટેબલ : એસએઆઇ

Published: Aug 12, 2020, 16:53 IST | IANS | Bengaluru

મનદીપ ઉપરાંત સુરેન્દ્રકુમાર, જસકરણ સિંહ, વરુણકુમાર, ક્રિષ્ના પાઠક અને મનપ્રીત સિંહ કોરોના-પૉઝિટિવ થયા હતા.

મનદીપ સિંહ
મનદીપ સિંહ

ભારતીય પુરુષ હૉકી ટીમના મેમ્બર મનદીપ સિંહ કોરોના-પૉઝિટિવ આવ્યા બાદ તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ આ જાણકારી આપી હતી. એસએઆઇએ જણાવ્યું કે ‘સોમવાર રાતથી મનદીપના બ્લડનું ઑક્સિજન-લેવલ નૉર્મલથી ઘણું ઘટી ગયું હતું, જે દર્શાવે છે કે તેનો કોરોના મધ્યમથી તીવ્રતા તરફ આગળ વધી રહ્યો છે. એસએઆઇના અધિકારીઓએ આ બાબતે તાબડતોબ પગલાં લીધાં હતાં અને તેને એસએસ સ્પર્શ મલ્ટિ સ્પેશ્યલિટી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો. હાલમાં તેની કન્ડિશન સ્ટેબલ છે. જે ૬ પ્લેયર કોરોના-પૉઝિટિવ થયા છે તેમની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને દિવસમાં ચાર વખત તેમની તપાસ કરવામાં આવી રહી છે.’
મનદીપ ઉપરાંત સુરેન્દ્રકુમાર, જસકરણ સિંહ, વરુણકુમાર, ક્રિષ્ના પાઠક અને મનપ્રીત સિંહ કોરોના-પૉઝિટિવ થયા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK