પપ્પાના નિધન પછીના બીજા જ દિવસે રમવા આવ્યો મનદીપ સિંહ

Published: 25th October, 2020 12:31 IST | Mumbai correspondent | Mumbai

ગયા મહિને મનદીપના પિતા હરદેવ સિંહને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેમને ચંડીગઢ ખસેડવામાં આવ્યા હતા.

પપ્પાના નિધન પછીના બીજા જ દિવસે રમવા આવ્યો મનદીપ સિંહ
પપ્પાના નિધન પછીના બીજા જ દિવસે રમવા આવ્યો મનદીપ સિંહ

પંજાબ અને હૈદરાબાદ વચ્ચેની ગેમમાં પંજાબ વતી મયંક અગ્રવાલના સ્થાને લોકેશ રાહુલ સાથે ઓપનિંગ કરવા મનદીપ સિંહ આવ્યો હતો. શુક્રવારે તેના પપ્પાનું નિધન થયું હોવા છતાં તે મૅચ રમવા આવ્યો હતો જેને કારણે સોશ્યલ મીડિયામાં ક્રિકેટ પ્રત્યેના તેના ઝનૂન માટે તેનાં વખાણ કરવામાં આવી રહ્યાં છે. ગયા મહિને મનદીપના પિતા હરદેવ સિંહને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેમને ચંડીગઢ ખસેડવામાં આવ્યા હતા. અત્યાર સુધી આ વર્ષની આઇપીએલમાં મનદીપ ત્રણ ગેમમાં રમતો જોવા મળ્યો છે. આ ઉપરાંત દિલ્હી અને કલકત્તા વચ્ચેની મૅચમાં રમી રહેલા નીતીશ રાણાના સસરાનું શુક્રવારે નિધન થયું હતું. હાફ સેન્ચુરી ફટકાર્યા બાદ નીતીશે પોતાના સસરા સુરેન્દ્રના નામની જર્સી કૅમેરા સામે બતાવી હતી. સચિન તેન્ડુલકરે પણ આ બન્ને ખેલાડીઓની પ્રશંસા કરતાં તેમના પરિવાર પર આવી પડેલા દુખ બદલ દિલસોજી વ્યક્ત કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK