ભારત અને વેસ્ટ ઇન્ડિઝ મેચ પહેલા માન્ચેસ્ટરમાં પડ્યો વરસાદ

Published: 26th June, 2019 22:52 IST | Manchester

ઇન્ડિયા વર્લ્ડ કપ 2019માં ગુરુવારે વેસ્ટ ઇન્ડીઝ સામે ટકરાશે. આ ટીમ ઇન્ડિયાનો છઠ્ઠો મુકાબલો છે. ભારતીય ટીમનો ચાર મેચમાં વિજય થયો છે અને એક મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ છે. ભારત હજુ સુધી એકપણ મેચ હાર્યું નથી.

Manchester : ઇંગ્લેન્ડમાં ગુરૂવારે માનચેસ્ટરમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મેચ રમાશે. ક્રિકેટ ચાહકોમાં આ મેચને લઇને ઘણી આતુરતા છે. ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ 2019માં ગુરુવારે વેસ્ટ ઇન્ડીઝ સામે ટકરાશે. આ ટીમ ઇન્ડિયાનો છઠ્ઠો મુકાબલો છે. ભારતીય ટીમનો ચાર મેચમાં વિજય થયો છે અને એક મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ છે. ભારત હજુ સુધી એકપણ મેચ હાર્યું નથી. બીજી તરફ વેસ્ટ ઇન્ડીઝની ટીમનો ચાર મેચમાં પરાજય થયો છે અને તે સેમિ ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જેથી તેની પાસે ગુમાવવા જેવું કશું જ નથી.

હવામાન પર રહેશે તમામની નજર

ભારત અને વેસ્ટ ઇન્ડીઝનો આ મુકાબલો માન્ચેસ્ટરના એ જ ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન ઉપર રમાશે. જ્યાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. આવા સમયે માન્ચેસ્ટરના મોસમ પર બધા ક્રિકેટ પ્રશંસકોની નજર છે. આ મેચમાં વરસાદ વિલન બનશે કે મેચ પુરી 50 ઓવરની રમાશે તે વિશે બધા જાણવા માંગે છે.

મંગળવારે માનચેસ્ટરમાં પડ્યો હતો વરસાદ
ટીમ ઇન્ડિયા જ્યાં રમવા જાય છે ત્યાં તેની સાથે વાદળો પણ પહોંચી જાય છે. માન્ચેસ્ટરમાં ફરીથી આમ બની રહ્યું છે. રવિવારે સાંજથી અટકી-અટકીને વરસાદ થઈ રહ્યો છે. મંગળવારે પરિસ્થિતિ વધારે ખરાબ થઈ હતી. મંગળવારે જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો હતો. પ્રેક્ટિસ સેશન ધોવાઈ જતા ભારતીય ટીમે ઇન્ડોર પ્રેક્ટિસ કરી હતી.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

ગુરૂવારે માનચેસ્ટરમાં વરસાદ વિલન નહીં બને
મંગળવારે જોરદાર વરસાદ પછી મોસમ વિભાગની આગાહી છે કે આગામી બે દિવસ વરસાદથી રાહત મળી શકે છે. મોસમ વિભાગના મતે આગામી બે દિવસ તડકો રહે તેવી સંભાવના છે. આગામી બે દિવસ વરસાદ પડશે નહીં. મોસમ વિભાગના પ્રવક્તા ગ્રાહમ મૈજે આ જાણકારી આપી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK