ખુશખબર! મહેન્દ્ર સિંહ ધોની બનશે કોલકાતા ડે-નાઈટ ટેસ્ટનો ભાગ, વાતચીત ચાલું

Published: Nov 05, 2019, 17:08 IST | Mumbai Desk

કોલકાતામાં રમાતાં ભારત બાંગ્લાદેશ ડે નાઇટ ટેસ્ટનો ભાગ બની શકે છે.

ભારતમાં રમાતાં ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ત મેચ પહેલા પૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લેવાની તૈયારી થઈ રહી છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલા આઇસીસી વિશ્વ કપ સેમીફાઈનલની મેચ બાદ ધોની મેદાનમાં જોવા નથી મળ્યો. કોલકાતામાં રમાતાં ભારત બાંગ્લાદેશ ડે નાઇટ ટેસ્ટનો ભાગ બની શકે છે.

ભારત માટે કોઇક ઐતિહાસિક મેચમાં કેપ્ટનશિપ કરતાં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની કોલકાતા ડે નાઇટ ટેસ્ટ મેચ દરમિયાન ખાસ ભૂમિકામાં દેખાઈ શકે છે. ચર્ચા એ છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલકાતા વચ્ચેના ઇડેન ગાર્જન્સમાં રમાતાં ડે નાઇટ ટેસ્ટ મેચ દરમિયાન ધોનીને ગેસ્ટ કૉમેન્ટ્રેટર તરીકે મેચનો હાલ જણાવતાં જોવા મળશે.

મળતી માહિતી પ્રમાણે મેચનું પ્રસારણ કરનારી ચેનલ ધોનીના ડે નાઇટ ટેસ્ટ મેચના પહેલા દિવસે ગેસ્ટ કોમેન્ટ્રી બૉક્સમાં આમંત્રિત કરવા માગે છે. ધોની મેચ પહેલા દિવસ 22 નવેમ્બરને મેચનો આંખે જોયેલો હાલ દર્શકોને સંભળાવતા દેખાઈ શકે છે.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના ગૃહરાજ્યમાં ભારતીય ટીમ પેહલી વાર ડે નાઈટ ટેસ્ટ રમવા મેદાનમાં ઉતરશે. બીસીસીઆઈ અધ્યક્ષ બનતાં જ ગાંગુલીએ સૌથી પહેલા આ ઐતિહાસિક નિર્ણય લીધો. તેણે બાંગ્લાદેશ ક્રિકેટ બૉર્ડને ડે નાઈટ ટેસ્ટ મેચ રમવાનો પ્રસ્તાવ આપ્યો હતો જેને બૉરડે વિચાર વિમર્શ પછી માની લીધો છે.

આઈએએનએસ પ્રમાણે ડે નાઇટ ટેસ્ટ મેચ માટે મેચનું પ્રસારણ કરતાં ચેનલે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીની સામે આ પ્રસ્તાવ મૂક્યો છે કે બધાં પૂર્વ ભારતીય કૅપ્ટનને મેચ પહેલા બે દિવસનું નિમંત્રણ આપવામાં આવે. દરમિયાન તે બધાં જ ભારતના ટેસ્ટ ઇતિહાસથી જોડાયેલા પોતાના પસંદગીના પળને સૌથી સાથે શૅર કરશે.

આ પણ વાંચો : Happy Birthday Virat Kohli: એક પ્રેમાળ પુત્ર સાથે છે આઈડિયલ પતિ

બધાં જ કેપ્ટન વિરાટ કોહલી સાથે મેદાનમાં હાજર રહેશે. રાષ્ટ્રગાન સમયે ટીમના બધાં ખેલાડીઓ સાથે પૂર્વ કેપ્ટન્સને પણ મેદાનમાં બોલાવવાનો પ્રસ્તાવ છે. આ બધાં જ કેપ્ટન મેચ દરમિયાન પોતપોતાના ભારતીય ટેસ્ટની ઇતિહાસની ક્ષણોને કૉમેન્ટ્રી દરમિયાન શૅર કરશે. ડાઉન મેમરી લેન નામનું એક સેગમેન્ટ હશે જેમાં બધાં કેપ્ટનના અનુભવ રેકૉર્ડ કરીને ચોથા બ્રેક દરમિયાન બિગ સ્ક્રીન પર બતાવવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK