થાકી હારીને એરપોર્ટ પર સૂઈ ગયા ધોની-સાક્ષી, આવા હતા હાલ

Published: Apr 10, 2019, 15:57 IST

ધોનીએ આ ફોટોને કૅપ્શન આપતાં લખ્યું, "IPLના સમયની ટેવ પડી ગયા પછી આવું થાય જ્યારે તમારી સવારે વહેલી ફ્લાઈટ હોય".

ધોની-સાક્ષી (ધોની ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
ધોની-સાક્ષી (ધોની ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઈ સુપર કિંગ્સ IPLની 12મી સિઝનમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. ધોનીએ બુધવારે એરપોર્ટ પર ફ્લાઇટની રાહ જોતાં પોતાની અને પત્ની સાક્ષીની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી.

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઇ સુપર કિંગ્સ IPLના 12માં સીઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહી છચે. સુપર કિંગ્સની ટીમ છમાંથી પાંચ મેચમાં જીતી છે. 10 પોઇન્ટ્સ સાથે ટૉપ પર પહોંચી છે. ચેન્નઈ સુપર કિંગ્સ મંગળવારે એમ.એ. ચિદમ્બરમ્ સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સને સાત વિકેટ્સથી હરાવી હતી. હવે ધોનીની સેના પોતાની આગામી મેચ ગુરૂવારે રાજસ્થાન રૉયલ્સ સામે જયપુરમાં રમશે.

 
 
 
View this post on Instagram

After getting used to IPL timing this is what happens if u have a morning flight

A post shared by M S Dhoni (@mahi7781) onApr 9, 2019 at 9:36pm PDT

એક પછી એક કાર્યક્રમ હોવાથી ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ પાસે કોલકાતા નાઇટ રાઇડર્સની સામે મળેલ વિજય સેલિબ્રેટ કરવાનો પણ સમય નહોતો, કારણકે ધોની બ્રિગેડને તરત જ જયપુર માટે નીકળવાનું હતું. મહેન્દ્ર સિંહ ધોનીએ બુધવારે એરપોર્ટ પર ફ્લાઇટની રાહ જોતાં પોતાની અને પત્ની સાક્ષીની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ફોટોમાં ધોની અને સાક્ષી બૅગપૅક પર માથું રાખીને સુતેલા જોવા મળે છે.

આ પણ વાંચો : બેંગ્લોરની સતત હાર વચ્ચે વિરાટ કોહલી માટે સારા સમાચાર

ધોનીએ આ ફોટોને કૅપ્શન આપતાં લખ્યું, "IPLના સમયની ટેવ પડી ગયા પછી આવું થાય જ્યારે તમારી સવારે વહેલી ફ્લાઈટ હોય". જણાવીએ કે દીપક ચાહરની આગેવાનીમાં બૉલર્સના સારાં પ્રદર્શનને કારણે ચેન્નઇ સુપર કિંગ્સની ટીમે કોલકાતા નાઇટ રાઇડર્સને સાત વિકેટ્સથી પરાજિત કરીને સ્કોર બોર્ડમાં ટૉપ પર સ્થાન મેળવ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK