Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ધોનીએ 128 દિવસ બાદ હાથમાં લીધું બેટ, ક્રિકેટમાં પાછા ફરવાના આપ્યા સંકેત

ધોનીએ 128 દિવસ બાદ હાથમાં લીધું બેટ, ક્રિકેટમાં પાછા ફરવાના આપ્યા સંકેત

15 November, 2019 04:15 PM IST | Mumbai

ધોનીએ 128 દિવસ બાદ હાથમાં લીધું બેટ, ક્રિકેટમાં પાછા ફરવાના આપ્યા સંકેત

ધોનીએ નેટમાં કરી પ્રેક્ટિસ

ધોનીએ નેટમાં કરી પ્રેક્ટિસ


આખરે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ લાંબા સમય બાદ પોતાનું બેટ હાથમાં લીધું છે. એમએસ ધોની ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમવામાં આવેલા વર્લ્ડ કપના સેમીફાઈનલ બાદ ક્રિકેટથી દૂર હતા. 10 જુલાઈ 2019ના એમ એસ ધોનીએ છેલ્લી વાર બેટ પકડ્યું હતું. જે બાદ તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર હતા.

હવે, એમએસ ધોનીએ પોતાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. શુક્રવાર 15 નવેમ્બરે એમએસ ધોનીએ ઝારખંડ ક્રિકેટ અસોસિયેશનના સ્ટેડિયમમાં પ્રેક્ટિસ શરૂ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે ધોનીએ એક દિવસ પહેલા લૉન ટેનિસ ટૂર્નામેન્ટમાં હાથ અજમાવ્યો અને ખિતાબ પણ પોતાના જોડીદાર સાથે જીતી લીધો.

હાલ તો, એમએસ ધોનીના પ્રેક્ટિસ સેશનમાં પાછા ફરવાનો વીડિયો તેના ફેન ક્લબે ટ્વિટર પર શેર કર્યો છે. એમએસ ધોની ફેન ઑફિશિયલ નામના આ ટ્વિટર હેન્ડલ પર કેટલાક સેકન્ડનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં એ પણ લખવામાં આવ્યું છે કે લાંબા સમય બાદ ધોનીએ પોતાનું પહેલું નેટ સેશન શરૂ કર્યું, જુઓ ધોનીનો આ ખાસ વીડિયો.  




તમને જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની લૉન ટેનિસમાં પણ પોતાનો હાથ અજમાવતા રહે છે. છેલ્લા એક અઠવાડિયામાં પોતાના જોડીદાર સુમિત કુમાર સાથે એમએસ ધોનીએ સતત બીજી વાર કંટ્રી ક્લબ ટેનિસ ટૂર્નામેન્ટના ડબલ્સનો ખિતાબ જીત્યો છે. ધોની અને સુમિતની જોડીએ ફાઈનલ મેચમાં સંતોષ સિંહ અને કંચન સિંહની જોડીને સીધા સેટમાં 2-0થી હરાવી.


આ પણ જુઓઃ જાણો દેશમાં છે કેટલા ક્રિકેટ સ્ટેડિમયમ? ક્યાં રમાયા છે કેટલા મેચ?

રાંચીના જેએસસીએ સ્ટેડિયમમાં ગુરૂવારે રમવામાં આવેલા ફાઈનલ મેચમાં ધોની અને સુમિતની જોડી પોતાના પુરા ફૉર્મમાં જોવા મળી. ધનબાદના યૂનિયન ક્લબના સગા ભાઈઓ સંતોષ સિંહ અને કંચની સિંહની જોડીને પહેલા સેટમાં સરળતાથી 6-0થી હરાવી. તો બીજા સેટમાં સંતોષ અને કંચને થોડી ટક્કર આપી. આ સેટ ધોની અને સુમિતની જોડીએ 6-1થી જીત્યો


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2019 04:15 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK