Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > લેજન્ડ ગૉલ્ફર ટાઇગર વુડ કાર-ઍક્સિડન્ટમાં ઘાયલ

લેજન્ડ ગૉલ્ફર ટાઇગર વુડ કાર-ઍક્સિડન્ટમાં ઘાયલ

25 February, 2021 10:44 AM IST | Los Angeles

લેજન્ડ ગૉલ્ફર ટાઇગર વુડ કાર-ઍક્સિડન્ટમાં ઘાયલ

ટાઇગર વુડ

ટાઇગર વુડ


વર્લ્ડનો સૌથી અમીર અને લેજન્ડ ગૉલ્ફ ખેલાડી ટાઇગર વુડની કાર રોડ ડિવાઇડર સાથે ટકરાતાં તે ઘાયલ થયો હતો. તેના બન્ને પગમાં ગંભીર ઈજા થઈ હતી અને તાત્કાલિક સર્જરી કરાવવી પડી હતી. લૉસ ઍન્જલસના પોલીસના જણાવ્યા પ્રમાણે કાર ટાઇગર પોતે જ ચલાવતો હતો અને તેની સાથે કોઈ નહોતું તથા કારની સ્પીડ પણ વધુ હતી. અધિકારીએ વધુમાં કહ્યું હતું કે અત્યાર સુધીમાં તપાસમાં ક્યાંય નથી જણાયું છે તેણે શરાબ કે ડ્રગ્સનું સેવન કર્યું હોય. રિપોર્ટ પ્રમાણે તેની કારનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો, પણ ઍરબૅગને લીધે તેનો જીવ બચી ગયો હતો.

woods



ભારતીય મૂળનો ડૉક્ટર અનિસ મહાજનની દેખરેખમાં વુડની હૉસ્પિટલમાં સારવાર થઈ રહી છે. ભૂતપૂર્વ નંબર-વન ગૉલ્ફર ટાઇગર વુડ અત્યાર સુધી ૧૫ મેજર ગૉલ્ફ ચૅમ્પિયનશિપ જીતી ચૂક્યો છે. હાલમાં જ તેની પીઠનું પાંચમી વાર ઑપરેશન કરવામાં આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2021 10:44 AM IST | Los Angeles

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK