Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બાળપણમાં આવા લાગતા હતા પંડ્યા બ્રધર્સ

બાળપણમાં આવા લાગતા હતા પંડ્યા બ્રધર્સ

28 February, 2019 03:27 PM IST |

બાળપણમાં આવા લાગતા હતા પંડ્યા બ્રધર્સ

હાર્દિક અને કૃણાલ પંડ્યાનો લુક

હાર્દિક અને કૃણાલ પંડ્યાનો લુક


ભારતીય ટીમના ધુંઆધાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેમના પિતા અને ભાઈ કૃણાલ પંડ્યા સાથે એક ફોટો શૅર કર્યો હતો. હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી છે. ભાઈ કૃણાલ પંડ્યા સાથેની બાળપણની આ તસવીર શૅર કરી હાર્દિકે યાદો તાજી કરી છે. હાર્દિક પંડ્યાએ અત્યારના લુક અને બાળપણના લુકની સરખામણી દર્શાવતા બે ફોટો પોસ્ટ કર્યા હતાં. હાર્દિક અને કૃણાલ પંડ્યાનો જન્મ ગુજરાતના સુરતમાં થયો હતો. હાર્દિક અને કૃણાલના પિતા હિમાંશુ પંડ્યા બન્ને બાળકોના ક્રિકેટ કરિઅર માટે સુરતનો બિઝનેસને બંધ કરીને વડોદરા શિફ્ટ થયા હતા.



હાર્દિક અને કૃણાલ પંડ્યાએ વડોદરાની કિરણ મોરે એકેડેમીમાંથી ક્રિકેટનું કોચિંગ લીધુ હતું. હાર્દિકે વડોદરાની એમ. કે. શાળામાંથી શિક્ષણ મેળવ્યું છે. હાર્દિકના પિતાના કહેવા પ્રમાણે પ્રમાણે હાર્દિક પંડ્યા 18 વર્ષનો થયો ત્યાં સુધી તે સ્પિન બોલિંગ કરતો હતો. પરંતુ તેના કોચ સનથ કુમારની સલાહ બાદ તેણે ફાસ્ટ બોલિંગ પર હાથ અજમાવ્યો.


 

આ પણ વાંચો: WORLD CUP 2019:પ્લેયર્સને અપાશે પૂરતી સુરક્ષા : ICC


 

તાજેતરમાં જ કૉફી વીથ કરણ શો પર વિવાદમાં સપડાઈ ચૂકેલો હાર્દિક અને તેના ભાઈ કૃણાલ પંડ્યા ટીમ ઈન્ડિયા માટે ઓલરાઉન્ડરની ભૂમિકા નિભાવી રહ્યા છે. હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયા પર ખાસ્સો એક્ટિવ છે. તે ઘણીવાર ફોટોઝ પોસ્ટ કરતો રહે છે. હાર્દિકે કૃણાલ પંડ્યા અને તેના પિતા સાથેનો ફોટો શૅર કર્યો હતો

Whatsapp-channel Whatsapp-channel

28 February, 2019 03:27 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK