Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપમાં બજરંગ અને વિનેશ પર રહેશે નજર

વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપમાં બજરંગ અને વિનેશ પર રહેશે નજર

14 September, 2019 05:03 PM IST | મુંબઈ

વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપમાં બજરંગ અને વિનેશ પર રહેશે નજર

બજરંગ અને વિનેશ ફોગાટ

બજરંગ અને વિનેશ ફોગાટ


નૂર સુલતાન (પી.ટી.આઇ.) : આજથી કઝાખસ્તાનમાં શરૂ થતી વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપમાં ફક્ત ગ્લોરી માટે નહીં, પરંતુ ટોક્યો ઑલિમ્પિકમાં ક્વૉલિફાય કરવા ભારતના ટૉપ રેસલરો પર નજર રહેશે. બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને દિવ્યા કાકરાન જબરદસ્ત આત્મવિશ્વાસ સાથે આ ચૅમ્પિયનશિપની શરૂઆત કરશે. બજરંગ આ સીઝનની ચારેચાર ટુર્નામેન્ટ જીતીને વર્લ્ડ નંબર વન તરીકે રમવા ઊતરશે.

વિનેશ આ સીઝનમાં ૫૦ કિલોથી આગળ વધીને ૫૩ કિલોની નવી વેઇટ કૅટેગરીમાં પ્રવેશ કર્યો હતો છતાં તે પાંચ ફાઇનલમાં ૩ ગોલ્ડ જીતવામાં સફળ રહી હતી. વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપમાં આજ સુધી કોઈ વિમેન ગોલ્ડ નથી જીતી શકી અને વિનેશ પાસે આ દુકાળનો અંત લાવવાનો ચાન્સ છે. ભારતના રેસલિંગ ઇતિહાસમાં ફક્ત સુશીલ કુમાર મેન્સ ફ્રીસ્ટાઇલ ઇવેન્ટમાં ટાઇટલ જીતી શક્યો છે અને શાનદાર ફૉર્મમાં ચાલી રહેલા બજરંગ પાસે બીજો ગોલ્ડ જીતવાનો મોકો છે.


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2019 05:03 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK