લોકેશ રાહુલે કર્યાં હિટ-મૅનનાં મન ભરીને વખાણ

Published: Jun 15, 2020, 17:35 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

રોહિતે મને ઘણો સપોર્ટ કર્યો છે અને ઘણી વાર ટેકો આપ્યો છે

રોહિત
રોહિત

ભારતીય ક્રિકેટ ટીમના સફળ બૅટ્સમૅન લોકેશ રાહુલે તાજેતરમાં પોતાના સાથી અને સિનિયર પ્લેયર રોહિત શર્માનાં મન ભરીને વખાણ કર્યાં હતાં. થોડા સમય પહેલાં રોહિત શર્મા, શિખર ધવન અને લોકેશ રાહુલ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમની ઓપનિંગ કયા બે પ્લેયરો કરશે એ વિશે સ્પર્ધા ચાલી રહી હતી. જોકે પછીથી આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવ્યું હતું.

ટી૨૦ ક્રિકેટમાં રાહુલ રોહિતની પહેલી પસંદ રહ્યો હતો. એ વાતને યાદ કરતાં રાહુલે કહ્યું કે ‘રોહિતે કહેલા એ શબ્દો માટે હું તેનો આભારી છું. હું તેની બૅટિંગનો ઘણો મોટો ચાહક છું અને છેલ્લાં કેટલાંક વર્ષોથી તેની સાથે ટીમમાં રમી રહ્યો છું. જે પ્રમાણે ચાહકો સચિન તેન્ડુલકરને જોઈને હતપ્રભ થઈ જાય છે એ પ્રમાણે હું રોહિતને જોઈને ચૂપ થઈ જાઉં છું. આજની તારીખમાં પણ જ્યારે હું રોહિત સાથે મેદાનની બહાર હોઉં છું ત્યારે પણ વધારે નથી બોલી શકતો. ટીમમાં તે એવો પ્લેયર છે જેને પોતાના સાથી પ્લેયર અને ટીમ પર ભરોસો છે. એક સિનિયર પ્લેયર તરીકે તેણે હંમેશાં મને સપોર્ટ કર્યો છે અને ઘણા કિસ્સામાં તે મારી સાથે પણ ઊભો રહ્યો છે. જ્યારે કોઈ સિનિયર પ્લેયરને લાગે કે જે-તે પ્લેયર જવાબદારી નિભાવી શકે છે, એ ક્ષણે તે પ્લેયરમાં સતત સારું રમવાની ધગશ સાથે મહેનત કરતો થઈ જાય છે. ૨૦૧૯ પછી મેં મારી વિચારધારા બદલી જેને લીધે હું સતત પર્ફોર્મન્સ આપી શક્યો હતો.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK