આર્જેન્ટિનાના લિઓન મેસીએ તેના નામે વધુ એક કીર્તિમાન નોંધાવી દીધું છે. રવિવારે મેસી લી લીગામાં બાર્સેલોના વતી ૫૦૦મી મૅચ રમ્યો હતો. આવી કમાલ કરનાર તે સ્પેન બહારનો એટલે કે પહેલો વિદેશી ખેલાડી બન્યો હતો. ઓવરઑલ બાર્સેલોના વતી મેસીની આ ૭૫૦મી મૅચ હતી. બાર્સેલોના વતી સૌથી વધુ મૅચ રમવાનો રેકૉર્ડ સ્પેનના ઝાવીના નામે ૭૬૭ મૅચનો છે. આમ મેસી હવે આ રેકૉર્ડથી ૧૭ મૅચ દૂર છે. બીજી તરફ સ્પેનની ફુટબૉલ લીગ લા લીગામાં સૌથી વધુ મૅચ રમવાનો રેકૉર્ડ ગોલકીપર ઍન્ડની ઝુબિઝેરેટાના નામે છે. તે ઍથ્લેટિક ક્લબ બાર્સેલોના અને વેલેન્સિયા વતી કુલ ૬૬૨ મૅચ રમ્યો છે.
ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ડબલ સેન્ચુરી ફટકારનાર ત્રીજો કૅપ્ટન બન્યો જો રૂટ
17th January, 2021 13:52 ISTપંડ્યા બ્રધર્સના પિતા હિમાંશુ પંડ્યાનું હાર્ટ-અટૅકથી નિધન
17th January, 2021 13:50 ISTસિડનીમાં ખેલાડીઓ ઉપરાંત ભારતીય પ્રેક્ષક પણ બન્યો હતો રંગભેદનો શિકાર
17th January, 2021 13:48 ISTબિનઅનુભવી બોલરોની કમાલ, રોહિતની વિકેટે દિવસ બગાડ્યો
17th January, 2021 13:43 IST