Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > લિયોનેલ મેસીએ બાર્સેલોના સાથે 4 સીઝન માટે કર્યો અધધધ ૪૯૧૧ કરોડનો કરાર

લિયોનેલ મેસીએ બાર્સેલોના સાથે 4 સીઝન માટે કર્યો અધધધ ૪૯૧૧ કરોડનો કરાર

01 February, 2021 03:13 PM IST | Mumbai
Agencies

લિયોનેલ મેસીએ બાર્સેલોના સાથે 4 સીઝન માટે કર્યો અધધધ ૪૯૧૧ કરોડનો કરાર

લિયોનેલ મેસીએ બાર્સેલોના સાથે 4 સીઝન માટે કર્યો અધધધ ૪૯૧૧ કરોડનો કરાર

લિયોનેલ મેસીએ બાર્સેલોના સાથે 4 સીઝન માટે કર્યો અધધધ ૪૯૧૧ કરોડનો કરાર


ફુટબૉલ જગતના દિગ્ગજ પ્લેયર લિયોનેલ મેસીએ બાર્સેલોના સાથે ચાર સીઝન માટે અધધધ ૫૫૫ મિલ્યન યુરો (૬૭૩ મિલ્યન ડૉલર)નો અંદાજે ૪૯૧૧ કરોડ રૂપિયાનો કરાર કર્યો છે જે ખેલ-જગતના ઇતિહાસમાં કોઈ પણ ઍથ્લિટ દ્વારા કરવામાં આવેલો સૌથી મોટો સોદો બન્યો છે. એક સ્પૅનિશ સમાચારપત્ર ‘અલ મુંડો’ના જણાવ્યા અનુસાર જો બધી શરતો માન્ય થાય તો મેસીને ચાર સીઝન દરમ્યાન વધારેમાં વધારે ૫૫,૫૨,૩૭,૬૧૯ યુરો (૬૭,૩૯,૧૯,૧૦૫ ડૉલર) મળશે. પ્રાપ્ત જાણકારી મુજબ મેસીને ૨૦૧૭માં પ્રત્યેક સીઝન માટે અંદાજે ૧૩૮ મિલ્યન યુરો (૧૬૭ મિલ્યન ડૉલર) અંદાજે ૧૨૨૧ કરોડ મળતા હતા.
મેસીના ૩૦ પાનાંના રિન્યુઅલ કરાર સ્વીકરવા માટે ૧૧,૫૨,૨૫,૦૦૦ યુરોનું સાઇનઇન-ઑન બોનસ અને ૭,૭૯,૨૯,૯૫૫ યુરોનું લૉયલ્ટી બોનસ સામેલ છે. પ્રાપ્ત માહિતી મુજબ મેસીના કરાર જે આ વર્ષે જૂન મહિનામાં પૂરો થવાનો છે એ પહેલાં જ તેણે અંદાજે ૫૧,૧૫,૪૦,૫૪૫ યુરોની કમાણી કરી લીધી છે.


Whatsapp-channel Whatsapp-channel

01 February, 2021 03:13 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK