ભારત ઇંગ્લૅન્ડ સામે જાણીજોઈને હાર્યું એમ કહેવું યોગ્ય નથી : સરફરાઝ એહમદ

કરાચી | Jul 08, 2019, 11:18 IST

વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમ બહાર નીકળી ચૂકી છે અને ભારત સેમી ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે.

ભારત ઇંગ્લૅન્ડ સામે જાણીજોઈને હાર્યું એમ કહેવું યોગ્ય નથી : સરફરાઝ એહમદ
‘સવાલોના બાઉન્સર’: પ્રેસ-કૉન્ફરન્સમાં પાકિસ્તાનનો કૅપ્ટન સરફરાઝ એહમદ

વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમ બહાર નીકળી ચૂકી છે અને ભારત સેમી ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે. ટુર્નામેન્ટના પાછલા દિવસો પર નજર કરીએ તો જો ભારતે ઇંગ્લૅન્ડને હરાવ્યું હોત તો પાકિસ્તાન માટે સેમી ફાઇનલમાં જવાનો માર્ગ સરળ થયો હોત, પણ એમ ન થતાં આખી બાજી પલટી ગઈ હતી અને ઇંગ્લૅન્ડે ભારતને હરાવી દીધું હતું. આ બાબતે પાકિસ્તાનના કૅપ્ટન સરફરાઝ એહમદને ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે શું પાકિસ્તાનને ટુર્નામેન્ટની બહાર ધકેલવા માટે ભારત જાણીજોઈને એ મૅચ હાર્યું હતું ત્યારે સરફરાઝે એ વાતને નકારી કાઢતાં કહ્યું હતું, ‘ના-ના, આમ કહેવું ટોટલી ખોટું છે. હું નથી માનતો કે ભારત અમારા કારણે મૅચ હાર્યું. ઇંગ્લૅન્ડ જીતી શકે એ માટે ઘણું સારું રમ્યું હતું.’

આ પણ વાંચો : શાહીન પાકિસ્તાનના ભવિષ્યનો ચમકતો સિતારો છે : વસીમ અકરમ

પ્રેસ-કૉન્ફરન્સમાં બંગલા દેશની ટીમને બંગાળી કહીને સંબોધનારા પત્રકારને પણ સરફરાઝે વિનંતી કરી હતી કે બંગલા દેશની ટીમને એના નામથી બોલવવી જોઈએ અન્યથા એ મુદ્દો વિવાદ સર્જી શકે છે. પાકિસ્તાનના અનુભવી ખેલાડી શોએબ મલિકની રિટાયરમેન્ટ વિશે સરફરાઝને પ્રશ્નો કરવામાં આવ્યા હતા જેના તેણે ચતુરાઈપૂર્વક જવાબ આપ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK