લિજેન્ડરી ફુટબોલર પેલને ફ્રાન્સમાં સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી

મુંબઈ | Apr 11, 2019, 23:46 IST

બ્રાઝિલના લેજન્ડરી ફૂટબોલર પેલેની હાલત અચાનક કથળી હતી. તેઓને યુરિનલ ઈન્ફેક્શનને કારણે પેરિસની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.છ દિવસની ટ્રિટમેન્ટ બાદ આખરે તેમને રજા આપવામાં આવી છે અને તેઓ હવે સ્વદેશ પરત ફર્યા હતા.

લિજેન્ડરી ફુટબોલર પેલને ફ્રાન્સમાં સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી
લિજેન્ડ ફુટબોલર પેલે (PC : Midday.com)

ફ્રાન્સમાં એક પ્રમોશનલ ઈવેન્ટમાં ભાગ લેવા પહોંચેલા બ્રાઝિલના લેજન્ડરી ફૂટબોલર પેલેની હાલત અચાનક કથળી હતી. તેઓને યુરિનલ ઈન્ફેક્શનને કારણે પેરિસની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.છ દિવસની ટ્રિટમેન્ટ બાદ આખરે તેમને રજા આપવામાં આવી છે અને તેઓ હવે સ્વદેશ પરત ફર્યા હતા.

પેલેની તબીયત હાલ સુધારા બાદ રજા આપવામાં આવી
ફૂટબોલની રમતમાં જીવંત દંતકથા સમાન ખેલાડી પેલેની બીમારી વધી પડતાં તેમને ઈમરજન્સી સર્જરી કરાવવી પડી હતી. આ પછી તેઓને રજા આપવામાં આવી હતી. દરમિયાનમાં હાલમાં પેરિસ સેંટ. જર્માઈન કલબ તરફથી રમતાં બ્રાઝિલીયન ફૂટબોલર નેમારે પેલેની મુલાકાત લીધી હતી અને તેમના સ્વાસ્થ્યની માહિતી પ્રાપ્ત કરી હતી.

છેલ્લા લાંબા સમયથી પેલે બિમાર હતા
મીડિયા રિપોર્ટ જણાવે છે કે
, પેલેની હાલતમાં ઘણો સુધારો છે. જોકે ડોક્ટરોની સલાહને કારણે તેઓએ એક દિવસ વધુ હોસ્પિટલમાં રોકાઈ ગયા હતા. છેલ્લા કેટલાક સમયથી પેલે બીમારીથી ઘેરાયેલા રહ્યા છે. આ જ ઈન્ફેક્શનને કારણે તેઓને નવેમ્બર, ૨૦૧૪માં ઈન્સેન્ટિવ કેર યુનિટમા દાખલ કરવામાં આવ્યા હતા. પેલે તેમની કારકિર્દીમાં ૧,૩૬૩ મેચો રમ્યા હતા અને તેમાં તેમણે ૧,૨૮૧ ગોલ ફટકાર્યા હતા.

પેલે એક પ્રમોશનલ ઈવેન્ટ અંતર્ગત પેરિસ ગયા હતા અને ત્યાં તેમણે ફ્રાન્સના યુવા ખેલાડી કિલિયલ એમ્બાપ્પેની સાથે મુલાકાત કરી હતી. તેઓ એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને જ્યાં તેમણે એમ્બાપ્પેના ભારોભાર વખાણ કરતાં કહ્યું હતુ કે
, તેનામાં ૧૦૦૦ ગોલ ફટકારવાની ક્ષમતા છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK