Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રોહિત શર્મા સાથે રિષભ પંતે ઓપનિંગ કરવું જોઈએ: શેન વૉર્ન

રોહિત શર્મા સાથે રિષભ પંતે ઓપનિંગ કરવું જોઈએ: શેન વૉર્ન

13 February, 2019 06:04 PM IST |

રોહિત શર્મા સાથે રિષભ પંતે ઓપનિંગ કરવું જોઈએ: શેન વૉર્ન

 શેન વૉર્ને આપ્યું રિષભ પંતને પ્રોત્સાહન

શેન વૉર્ને આપ્યું રિષભ પંતને પ્રોત્સાહન


વર્લ્ડ કપ નજીકના સમયમાં જ શરૂ થશે ત્યારે ભારતીય ટીમ સિલેક્શન કમિટી પ્લેયર્સ પર સતત વિચાર કરી રહી છે. ત્યારે શેન વૉર્ને રિષભ પંતને પ્રોત્સાહન આપ્યું છે. રિષભ પંત છેલ્લા થોડા સમયથી ફોર્મમાં ચાલી રહ્યો છે અને તેને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. શેન વૉર્ન પહેલા પણ ઘણા પ્લેયર્સ રિષભ પંતના રમવા પર જોર મુક્યું છે. શેન વૉર્ને કહ્યું હતું કે, રિષભ પંતે ઓસ્ટ્રેલિયા સામે રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવું જોઈએ.

શેન વૉર્ને એક ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે, રિષભ પંતને લઈને ઘણી વાતો કરવામાં આવી રહી છે. મને લાગે છે કે, ધોની અને રિષભ પંત બન્ને ટીમમાં રમી શકે છે. મને ખ્યાલ નથી આવતો કે રિષભ પંત એક બેટ્સમેન તરીકે કેમ રમી ન શકે. તે એક પરિપક્વ બેટ્સમેન છે. રિષભ પંત રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. તેમનું કોમ્બિનેશન ટીમ માટે મહત્વનું છે. અને આ કોમ્બિનેશન વિરોધી ટીમોને આશ્ચર્યચકિત પણ કરશે.'



 


આ પણ વાંચો: વેસ્ટ ઈન્ડિઝ વિશ્વની નંબર-1 ટીમ બનવા ઈચ્છે છે: હોલ્ડર

 


ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે રિષભ પંતનું પરફોર્મન્સ જોરદાર રહ્યું છે. ટીમ માટે પણ ઘણી મહત્વની ઈનિંગ રમી છે અને આ જ કારણ છે કે રિષભ પંત માટે ઘણા દિગ્ગજ પ્લેયરો વાત કરી રહ્યાં છે.

Whatsapp-channel Whatsapp-channel

13 February, 2019 06:04 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK