"હું ૨૬ વર્ષે પહેલી જ વાર પરિવાર સાથે દિવાળીનો તહેવાર માણીશ"

Published: 20th October, 2011 16:57 IST

ગઈ કાલે સહાર ઍરપોર્ટ નજીકની હયાત રીજન્સી હોટેલના એક ફંક્શન દરમ્યાન પત્રકારોને સંબોધતી વખતે ટેનિસસ્ટાર લિએન્ડર પેસ. ૩૮ વર્ષનો પેસ કુલ ૧૨ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂક્યો છે. તેણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં છેલ્લાં ૨૬ વર્ષમાં ક્યારેય મારી ફૅમિલી સાથે દિવાળી નથી ઊજવી.

હું ૧૨ વર્ષનો હતો છેલ્લે ત્યારે પરિવારજનો સાથે આ અવસર માણ્યો હતો, પરંતુ ત્યાર પછી દર વર્ષે દિવાળીના સમયે હું ટુર્નામેન્ટ રમવાના કારણસર કે મૉડલિંગના કામ માટે ટૂર પર ગયો હોવાથી ઘરે ફૅમિલીમેમ્બરો સાથે નહોતો રહી શક્યો. મેં મારો એકેય બર્થ-ડે પણ મારા ઘરે નથી ઊજવ્યો. જોકે આ વખતે મને પત્ની રિયા અને પુત્રી ઐયાના સાથે દિવાળીનો તહેવાર માણવાનો મોકો મળ્યો છે જે હું ભરપૂર માણીશ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK