ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટિવ નીક હોકલીએ ગઈ કાલે પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ઍડીલેડમાં રમાનારી પહેલી ટેસ્ટ મૅચ એના નિર્ધારિત સમયપત્રક મુજબ જ રમાશે. હોકલીએ કહ્યું કે તમને જાણ હશે કે ગયા અઠવાડિયે કોરોનાના કેટલાક કેસ જોવા મળ્યા હતા. દક્ષિણ ઑસ્ટ્રેલિયન સરકાર સાથે અમે સાવધાનીપૂર્વક કામ કરી રહ્યા છીએ અને હાલમાં અમને આશ્વસ્ત કરવામાં આવ્યા છે કે દરેક પ્રકારની સાવધાની રાખવામાં આવશે. ગયા શનિવારે લૉકડાઉનનો એક તબક્કો પૂરો થયો છે માટે હવે ઍડીલેડ ટેસ્ટ માટે પૂરતું ધ્યાન આપી શકાશે. અમને ભરોસો છે કે નિર્ધારિત સમયપત્રક મુજબ અમે આગળ વધી શકીશું.’
ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસ વધતાં પહેલી ડે-નાઇટ ટેસ્ટ મૅચ પર સંકટનાં વાદળ ઘેરાયાં હતાં. વધુ જાણકારી આપતાં નીક હોકલીએ કહ્યું કે ‘અમે નસીબદાર છીએ કે ઑસ્ટ્રેલિયામાં કોરોનાના દરદીઓની સંખ્યા ઓછી છે. સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે અમે નજીકથી કામ કરી રહ્યા છીએ અને શક્ય એટલી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. આઇપીએલથી ઑસ્ટ્રેલિયા આવેલા ભારતીય પ્લેયરોની ટ્રેઇનિંગ, તેમનું ક્વૉરન્ટીન, જિમ પર પણ અમે ધ્યાન આપી રહ્યા છીએ. સ્વાભાવિક છે કે બન્ને દેશના રમતવીરો માટે સુરક્ષા જરૂરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે પણ અમે સંપર્કમાં છીએ.’
ઇંગ્લૅન્ડ સિરીઝની પહેલી બે ટેસ્ટ મૅચ માટે જાહેર થઈ ટીમ ઇન્ડિયા
20th January, 2021 10:35 ISTવર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ઇન્ડિયા ફરી નંબર-વન
20th January, 2021 10:34 ISTમહત્ત્વની ક્ષણોમાં ભારતે સારું પર્ફોર્મ કર્યું, ઑસ્ટ્રેલિયા ચૂકી ગયું: ટિમ પેઇન
20th January, 2021 10:32 ISTદરેક પ્લેયરને પોતાનું યોગદાન આપતા જોઈને ઘણું સારું લાગ્યું: રહાણે
20th January, 2021 10:30 IST