હસીની સદી પછી કાંગારૂ બોલરોનો સપાટો

Published: 16th December, 2012 05:44 IST

એક જ સેશનમાં સંગકારા, જયવર્દને અને સમરવીરા સહિત ચાર પ્લેયરો પૅવિલિયનમાંહૉબાર્ટ : પ્રથમ ટેસ્ટ-મૅચ (ઈએસપીએન પર સવારે ૫.૦૦)માં ગઈ કાલે બીજા દિવસે ઑસ્ટ્રેલિયાએ પ્રથમ દાવ માઇકલ હસી (૧૧૫ નૉટઆઉટ, ૧૮૪ બૉલ, એક સિક્સર, આઠ ફોર)ની સેન્ચુરી પછી પાંચ વિકેટે ૪૫૦ રને ડિક્લેર કરી દીધો હતો અને ત્યાર બાદ કાંગારૂ બોલરોએ શ્રીલંકાને મુસીબતમાં મૂકી દીધું હતું. ટી ટાઇમ વખતે શ્રીલંકાનો સ્કોર વિના વિકેટે ૨૧ રન હતો, પરંતુ ત્યાર પછીના છેલ્લા સેશનમાં શ્રીલંકા ૮૭ રન રનમાં કુમાર સંગકારા, માહેલા જયવર્દને અને થિલાન સમરવીરા સહિતની ચાર વિકેટ ગુમાવી ચૂક્યું હતું.

પેસબોલરો બેન હિલ્ફેનહૉસ, પીટર સીડલ, શેન વૉટ્સન અને છેલ્લે સ્પિનર નૅથન લાયને એક-એક વિકેટ લઈને શ્રીલંકાને ફૉલો-ઑન માટે મજબૂર થવું પડે એવો સંજોગ ઊભો કર્યો હતો. ફૉલો-ઑનથી બચવા શ્રીલંકાએ ગઈ કાલે બીજા ૧૬૪ રન બનાવવાના બાકી હતી.

સ્કોર-બોર્ડ

ઑસ્ટ્રેલિયા : પ્રથમ દાવ

પાંચ વિકેટે ૪૫૦ રને દાવ ડિક્ર્લેડ (માઇક હસી ૧૧૫ નૉટઆઉટ, ફિલિપ હ્યુઝ ૮૬, માઇકલ ક્લાર્ક ૭૪, મૅથ્યુ વેડ ૬૮ નૉટઆઉટ, ડેવિડ વૉર્નર ૫૭, ચનાકા વેલેગેડરા ૧૩૦ રનમાં ત્રણ અને શમિન્દા એરંગા ૯૦ રનમાં એક વિકેટ, નુવાન કુલસેકરા ૮૦ રનમાં તેમ જ રંગાના હેરાથ ૭૫ રનમાં અને ઍન્જેલો મૅથ્યુઝ ૪૧ રનમાં એકેય વિકેટ નહીં)

શ્રીલંકા : પ્રથમ દાવ

ચાર વિકેટે ૮૭ રન (તિલકરત્ને દિલશાન ૫૦ નૉટઆઉટ, દિમુથ કરુણારત્ને ૧૪, માહેલા જયવર્દને ૧૨, કુમાર સંગકારા ૪, નૅથન લાયન એક પણ રનના ખર્ચ વિના એક વિકેટ, શેન વૉટ્સન ૧૬ રનમાં એક તેમ જ બેન હિલ્ફેનહૉસ ૧૮ રનમાં એક અને પીટર સીડલ ૨૩ રનમાં એક વિકેટ)

નંબર-ગેમમાઇકલ હસીએ ગઈ કાલે શ્રીલંકા સામેની આ છઠ્ઠી ટેસ્ટ-મૅચમાં આટલામી સેન્ચુરી ફટકારી હતી. શ્રીલંકનો સામે સદી ફટકારવામાં માત્ર સચિન તેન્ડુલકર (૯) તેનાથી આગળ છે

૧૯

માઇકલ હસીએ ગઈ કાલે આટલામી ટેસ્ટ-સદી ફટકારી હતી

૫૦૦

શ્રીલંકા સામે આટલા કે આટલા કરતાં વધુ ટેસ્ટ-રન બનાવી ચૂકેલા ઑસ્ટ્રેલિયન બૅટ્સમેનોમાં માઇકલ હસીની ૧૨૫.૨૮ની બૅટિંગ-ઍવરેજ હાઇએસ્ટ છે. જોકે આ સરેરાશ શ્રીલંકા સામે ચાર કે વધુ સદી ફટકારી ચૂકેલા વિશ્વના તમામ બૅટ્સમેનોમાં સૌથી વધુ છે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK