Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભૂપતિ પત્ની લારા માટે ટિકિટ ન મેળવી શક્યો

ભૂપતિ પત્ની લારા માટે ટિકિટ ન મેળવી શક્યો

01 August, 2012 05:37 AM IST |

ભૂપતિ પત્ની લારા માટે ટિકિટ ન મેળવી શક્યો

ભૂપતિ પત્ની લારા માટે ટિકિટ ન મેળવી શક્યો


lara-olyampicsલંડન ઑલિમ્પિક્સમાં ભાગ લઈ રહેલા મોટા ભાગના ભારતીય ઍથ્લીટોને તેમના પરિવારજનો કે મિત્રો માટે ટિકિટો નથી મળી અને એમાં મહેશ ભૂપતિ પણ અપવાદ નથી.

ભૂપતિની પત્ની લારા દત્તા લંડનમાં જ છે. બન્નેએ શુક્રવારે ઓપનિંગ સેરેમની સ્ટેડિયમમાં સાથે બેસીને માણી હતી. ભૂપતિની મોટા ભાગની ટુર્નામેન્ટો લારાએ સ્ટેડિયમમાં બેસીને માણી છે અને ઑલિમ્પિક્સ એ બધી સ્પર્ધાઓમાં સવોર્ત્તમ હોવાથી તેને એમાં પણ હાજર રહેવાની ખૂબ ઇચ્છા હતી. ભૂપતિએ પણ વિચારી રાખ્યું હતું કે રવિવારે ડબલ્સની પ્રથમ લીગ મૅચમાં લારાની હાજરીથી પોતાનો જુસ્સો ઘણો વધી જશે. આવું ધારીને ભૂપતિએ તેના માટે રવિવારની મૅચની ટિકિટ ખરીદવાનું નક્કી કર્યું હતું, પરંતુ એમાં તે નિષ્ફળ રહ્યો હતો.



રવિવારે જે સ્ટેડિયમમાં ભૂપતિની મૅચ હતી એ અડધુ ખાલી હતું. જોકે મૅચ પહેલાં ભૂપતિએ લારા માટે ટિકિટ ખરીદવા ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ એમાં નહોતો ફાવ્યો.


એ મૅચ વખતે વરસાદ પડ્યો હતો અને મૅચ મોડી શરૂ થઈ હતી. ભૂપતિ અને રોહન બોપન્નાની જોડીએ એ મૅચમાં બેલારુસના મૅક્સ મર્ની અને ઍલેકઝાંડર બ્યુરીને ૭-૪, ૪-૭, ૮-૬થી હરાવી દીધા હતા.

ટેનિસસ્ટારે ટ્વિટર પર આપવીતી કહી


ખુદ ભૂપતિએ સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટર પર પોતાના પેજ પર ટૂંકમાં આપવીતી કહી હતી : હું મારી વાઇફ માટે ટિકિટ ખરીદવા ૬ કલાકથી પ્રયાસ કરી રહ્યો છું, પણ નસીબનો સાથ હજી સુધી નથી મળી શક્યો. સ્ટેડિયમ અડધું ખાલી હોવાની મને ખબર પડી છે છતાં આવું બની રહ્યું છે. કેટલું બધુ હાસ્યાસ્પદ કહેવાય!

Whatsapp-channel Whatsapp-channel

01 August, 2012 05:37 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK