૧૫ કરોડ રૂપિયા એટલે કેટલા ન્યુ ઝીલૅન્ડ ડૉલર?

Published: 20th February, 2021 14:51 IST | Gujarati Mid-day Correspondent | Christchurch

ન્યુ ઝીલૅન્ડના ઑલરાઉન્ડર કાઇલ જૅમીસનને બૅન્ગલોરે મસમોટી રકમ આપી ખરીદ્યો હોવાની ચર્ચા ચાલે છે, પણ તેને હજી ખબર જ નથી પડી કે તેના દેશની એ કેટલી રકમ થાય

આઇપીએલની હરાજીમાં વિદેશી પ્લેયરો મોંઘા ભાવે ખરીદાયા હોવાની હોહા ચાલી રહી છે પણ ન્યુ ઝીલૅન્ડના કાઇલ જેમીસનને તો ખબર જ નથી કે ૧૫ કરોડ રૂપિયા એટલે કેટલા ન્યુ ઝીલૅન્ડ ડૉલર થાય? ૬ ફુટ ૮ ઇંચ ઊંચા આ પ્લેયરને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે ૧૫ કરોડ રૂપિયામાં ખરીદતાં તે આઇપીએલના ૧૪ વર્ષના ઇતિહાસનો ચોથો સૌથી મોંઘો પ્લેયર બન્યો છે.

આ બાબતે રીઍક્શન આપતાં જૅમીસને કહ્યું કે ‘હું અડધી રાતે ઊઠ્યો અને મેં મારો ફોન તપાસ્યો. એ પરિસ્થિતિને અવગણવા કરતાં મેં એને એન્જૉય કરી. એ કલાક મારા માટે થોડો વિચિત્ર હતો અને મારું નામ આવવાની હું રાહ જોતો હતો. એ વખતે મને શેન બૉન્ડ (ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ પેસર અને મુંબઈ ઇન્ડિયન્સના બોલિંગ-કોચ) પાસેથી મેસેજ આવ્યો અને મને અભિનંદન આપ્યાં. ખરેખર તો મને ખબર જ નથી કે ન્યુ ઝીલૅન્ડ ડૉલરમાં આ કેટલા રૂપિયા થાય. ગમે તેમ પણ એ ક્ષણ ઘણી કૂલ હતી.’

બૅન્ગલોર ઉપરાંત દિલ્હી અને પંજાબે પણ જૅમીસનને ખરીદવામાં રસ દાખવ્યો હતો. બૅન્ગલોરની ટીમમાં જૅમીસન હવે વિરાટ કોહલીના નેતૃત્વમાં એ. બી. ડિવિલિયર્સ અને ગ્લેન મૅક્સવેલ સાથે રમતો જોવા મ‍ળશે. આ ઉપરાંત જૅમીસને આ ટુર્નામેન્ટને ઘણી સ્પેશ્યલ ગણાવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK