૧૬ ડિસેમ્બરે બોરીવલીમાં બાળકોથી વૃદ્ધો સુધીના ૧૦૦૦ સ્પર્ધકો માટે ઍથ્લેટિક્સની અનેક રમતોની હરીફાઈ યોજાશે
કચ્છ યુવક સંઘની બોરીવલી-દહિસર શાખા દ્વારા રવિવાર ૧૬ ડિસેમ્બરે સવારે ૭.૩૦ વાગ્યાથી બોરીવલી (વેસ્ટ)માં આઇ. સી. કૉલોનીના સેન્ટ ફ્રાન્સિસ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં આઉટડોર રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
સંઘ દ્વારા આયોજિત આ ૧૫મા રમતોત્સવમાં સમગ્ર મુંબઈ તેમ જ બહારગામમાં વસતા વાગડ, પટેલ તથા ભાનુશાલી સમાજ સહિત સમગ્ર કચ્છી સમાજનાં પુરુષો, મહિલાઓ, બાળકો અને સિનિયર સિટિઝનો ભાગ લઈ શકશે. કુલ ૮ કૅટેગરીમાં વિવિધ રમતોની હરીફાઈઓનું આયોજન થયું છે. આ રમતોમાં ૧૦૦ મીટર તથા ૨૦૦ મીટર દોડ, લૉન્ગ જમ્પ, ગોળા ફેંક સહિત ઍથ્લેટિક્સની અનેક હરીફાઈઓનો સમાવેશ છે. આયોજકોને ૩૦૦ અરજી મળી છે અને તેમને અપેક્ષા છે કે કુલ ૯૦૦થી ૧૦૦૦ જેટલા સ્પર્ધકો રમતોના આ મહોત્સવમાં ભાગ લેશે.
રમતોત્સવમાં ભાગ લેવા ઇચ્છતા સ્પર્ધકોએ ૧૨ ડિસેમ્બર સુધીમાં અરજી નોંધાવી દેવી પડશે. અરજી ફૉર્મ મુંબઈ અને થાણેમાં કુલ ૧૪ સ્થળે ઉપલબ્ધ છે. વધુ વિગતો મેહુલ છેડા (૯૬૧૯૩૩૩૮૯૫) અને વિમેશ ગાલા (૯૮૬૯૦૬૨૯૯૬) પાસેથી મળી શકશે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK