વર્લ્ડ કપ 2011 ફાઇનલ ફિક્સિંગ આરોપો વચ્ચે કુમાર સંગકારાની પૂછપરછ

Published: Jul 03, 2020, 13:26 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

વર્લ્ડ કપ 2011 ફાઇનલ ફિક્સિંગ આરોપો વચ્ચે કુમાર સંગકારા સાથે 10 કલાકની પૂછપરછ

વર્લ્ડ કપ 2011 ફાઇનલ ફિક્સિંગનો આરોપ
વર્લ્ડ કપ 2011 ફાઇનલ ફિક્સિંગનો આરોપ

વર્લ્ડ કપ 2011ની ફાઇનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમવામાં આવી હતી, જેમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. આ ઐતિહાસિક મેચના 9 વર્ષ બાદ શ્રીલંકાના તત્કાલીન રમત મંત્રીએ આરોપ મૂક્યો હતો કે શ્રીલંકાએ વર્લ્ડ કપની ટ્રોફી ભારતને વેચી દીધી હતી. એવામાં શ્રીલંકન સરકારે આ આરોપોની તપાસ કરી છે. આ ક્રમમાં ટીમના તત્કાલીન કૅપ્ટન કુમાર સંગકારાની પણ લાંબી પૂછપરછ કરવામાં આવી.

શ્રીલંકન ટીમના પૂર્વ કૅપ્ટન કુમાર સંગકારાએ ગુરુવારે રમત મંત્રાલયમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યૂનિટ સામે 20 કલાક સુધી પૂછપરછમાં પોતાના નિવેદન નોંધાવ્યા છે. આ પહેલા ટીમના ટીફ સિલેક્ટર રહી ચૂકેલા અરવિંદા ડિસલ્વાને પણ પૂછપરછ કરવામાં આવી હતી. રમત મંત્રાલયના પૂર્વ મંત્રી મહેન્દ્રાનંદ અલુથગામગેના આરોપો બાદ શ્રીલંકન રમત મંત્રાલય દ્વારા 2011 વિશ્વ કપના ફાઇનલમાં એક તપાસ શરૂ કરવામાં આવી હતી કે 2 એપ્રિલ 2011ની ફાઇનલ મેચ ફિક્સ કરવામાં આવી હતી.

જો કે, વર્લ્ડ કપની ફાઇનલ જેવી મેચ ફિક્સ હોવાના આરોપને પુષ્ટ કરવા માટે કોઇ પણ પુખ્ત સાબિતીઓ નથી આપવામાં આવી. તેમ છતાં આ આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. ન્યૂઝવાયર ડૉટ એલકે પ્રમાણે, સંગકારાએ 10થી વધારે કલાકમાં પોતાનું નિવેદન આપ્યું. જોકે, તેમના નિવેદનનું વિવરણ કરવામાં આવ્યું નથી. વેબસાઇટે લખ્યું છે કે, "શ્રીલંકન ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન કુમાર સંગકારાએ આજે રમત મંત્રાલયની વિશેષ પોલીસ તપાસ પ્રભાગમાં લગભગ 10 કલાક માટે એક નિવેદન નોંધવામાં આવ્યું."

આ વેબસાઇટે એ પણ જણાવ્યું કે એક યુવાન સંગઠનના સભ્ય સામગી થારૂના બાલાવગેયા પોસ્ટર સાથે એસએલસી કાર્યાલય બહાર એકઠા થયા, તેમણે આરોપ મૂક્યો કે અધિકારીઓ દ્વારા દિગ્ગજ ક્રિકેટરને હેરેના કરવામાં આવે છે. સંગકારા, એક રિપોર્ટ પ્રમાણએ, આવતાં અઠવાડિયે પોતાનું નિવેદન નોંધાવવાના હતા, પણ પોલીસે જલ્દી નિવેદન આપવા માટે અનુરોધ કર્યો. જણાવવાનું કે કૅપ્ટન કુમાર સંગકારા અને દિગ્ગજ બેટ્સમેન મહેલા જયવર્ધને પૂર્વ રમત મંત્રીએ ફિક્સિંગના આરોપોના પુરાવા માગ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK