કલકત્તા નાઇટ રાઇડર્સના પ્લેયર્સ યુએઈના વાતાવરણ સાથે સેટ થઈ રહ્યા છે : નાયર

Published: Sep 04, 2020, 15:07 IST | ANI | Abudhabi

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સના અસિસ્ટન્ટ કોચ અભિષેક નાયરનું કહેવું છે કે ‘ટીમના પ્લેયર્સ યુએઈના વાતાવરણ સાથે સેટ થઈ રહ્યા છે.

 અભિષેક નાયર
અભિષેક નાયર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સના અસિસ્ટન્ટ કોચ અભિષેક નાયરનું કહેવું છે કે ‘ટીમના પ્લેયર્સ યુએઈના વાતાવરણ સાથે સેટ થઈ રહ્યા છે. શેખ ઝાયેદ સ્ટેડિયમમાં ટીમના પ્લેયર્સ છેલ્લા ત્રણ દિવસથી નેટ-પ્રૅક્ટિસ
કરી રહ્યા છે. નાયરે કહ્યું કે ‘આ નેટ-સેશનમાં સૌથી અઘરી પ્રક્રિયા એ છે કે પ્લેયરો ઘણા આક્રમક ફૉર્મમાં સામે આવી રહ્યા છે, કારણ કે તેમણે છેલ્લા ચાર-પાંચ મહિનાથી પૂરતી પ્રૅક્ટિસ નથી કરી. શરૂઆતના દિવસોમાં અમે ક્વૉન્ટિટી પર કામ કરતા અને પ્લેયર્સ બૉલને શક્ય એટલા ફટકારવાની નેટમાં પ્રૅક્ટિસ કરી રહ્યા હતા. બોલરો બૉલને વચ્ચે નાખવાની પ્રૅક્ટિસ કરી રહ્યા હતા. મોટા ભાગના પ્લેયર્સ સારું રમી રહ્યા છે અને આ અમારું ચોથું સેશન છે. છેલ્લા ચાર-પાંચ મહિનામાં તેમને પ્રૅક્ટિસ કરવા નથી મળી, પણ તેઓએ પોતાને સારી રીતે ટ્રેઇન કર્યા છે જેના કારણે દરેક પ્લેયર એકદમ ફિટ દેખાઈ રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં તેમનામાં ઘણો પ્રોગ્રેસ થયેલો જોવા મળે છે. મને ભરોસો છે કે આવનારા ત્રણ-ચાર દિવસમાં વધારે પ્રૅક્ટિસ કરીને તેઓ પોતાનો લય પાછો મેળવી લેશે. સમયને ધ્યાનમાં રાખીને અમે સાંજે પણ પ્રૅક્ટિસ કરી રહ્યા છીએ, જેથી ટુર્નામેન્ટની મૅચમાં વાંધો ન આવે. ખરું કહું તો અમે બપોરે અને સાંજે પ્રૅક્ટિસ કરીને અહીંની સિચુએશનથી પરિચિત થઈ રહ્યા છે. હા, અહીંનું તાપમાન ઘણું વધારે છે. ખુલ્લું મેદાન હોવાથી પવન સારો આવે છે અને અમે આ જ પરિસ્થિતિનો લાભ લેવાનો વિચાર કરી રહ્યા છીએ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK