IPL 2019 : પંજાબને 28 રને હરાવી કોલકત્તાએ સતત બીજી જીત મેળવી

કોલકત્તા | Mar 27, 2019, 23:37 IST

આઇપીએલમાં રમાયેલી કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચમાં ભારે રોમાંચક રહેલી મેચમાં કોલકત્તાએ 29 રને મેચ જીતી લીધી છે.

IPL 2019 : પંજાબને 28 રને હરાવી કોલકત્તાએ સતત બીજી જીત મેળવી
કોલકત્તા ટીમની શાનદાર જીત (PC : IPL)

આઇપીએલમાં રમાયેલી કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચમાં ભારે રોમાંચક રહેલી મેચમાં કોલકત્તાએ 29 રને મેચ જીતી લીધી છે. આમ કોલકત્તાએ ટુર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી છે. કોલકત્તાએ આપેલા 219 રનના લક્ષ્યાંક સામે પંજાબની ટીમ 4 વિકેટના ભોગે 190 રન જ કરી શકી હતી. કોલકત્તા તરફથી રોબીન ઉથપ્પાએ 67 રન, નીતિશ રાણા 63 રન અને આંડ્રે રસેલે આક્રમક 17 બોલમાં 48 રન કર્યા હતા. તો રસેલે 2 વિકેટ પણ ઝડપી હતી.

પંજાબની શરૂઆત સારી ન રહી
કોલકત્તાએ આપેલા 219 રનના લક્ષ્યાંક સામે પંજાબ ટીમની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર લોકેશ રાહુલ 1 રન અને ક્રિસ ગેલ 20 રન કરી આઉટ થયો હતો. આમ 37 રનના સ્કોર પર 2 મહત્વની વિકેટ પડી ગઇ હતી. જોકે ત્યાર બાદ મયંક અગ્રવાલે આક્રમક રમત દાખવતા 34 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 58 રન કર્યા હતા. પરંતુ મયંક ટીમને જીત અપાવી શક્યો ન હતો અને પિયુષ ચાવલાની ઓવરમાં 58 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઇ ગયો હતો. ત્યાર બાદ રસફરાઝ ખાને બાજી સંભાળી હતી પરંતુ કોઇ ખાસ ઇનીંગ રમી શક્યો ન હતો અને તે 13 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 13 રન કર્યા હતા. જોકે ત્યાર બાદ ડેવિડ મિલ્લર અને મનદીપ સિંહે ટીમને જીતની નજીક પહોંચાડવા માટે પોતાના તમામ પ્રયાસો કર્યો હતા. પરંતુ જીત મેળવી શક્યા ન હતા.

આ પણ વાંચો : KKR Vs KXIP:બીજી વખત સ્કોર 200ને પાર, પંજાબને જીતવા માટે 219નો ટાર્ગેટ

કોલકત્તાએ ટુર્નામેન્ટમાં કર્યો સૌથી મોટો 218 રનનો સ્કોર
પંજાબે પહેલી ફિલ્ડિંગનો નિર્ણય યોગ્ય ઠેરવતા 34 રને જ પહેલી વિકેટ ઝડપી લીધી હતી. ક્રિસ લિન 10 બોલમાં 10 રન બનાવીને આઉટ થયા હતા. જો કે સામે છેડે ઓપનિંગમાં આવેલા સુનિલ નારાયણે 9 બોલમાં 24 રન ફટકારીને ટીમને આક્રમક શરૂઆત અપાવી. પરંતુ નારાયણ પણ 24 રન બનાવીને આઉટ થઈ ગયા.

બાદમાં રોબિન ઉથપ્પા અને નીતિશ રાણાએ કોલકાતાની બેટિંગને સંભાળી હતી. બંને અડધી સદી ફટકારી ટીમના સ્કોરને આગળ વધાર્યો. નીતિશ રાણાએ આક્રમક બેટિંગ કરતા 34 રનમાં 63 રન બનાવ્યા, તો રોબિન ઉથપ્પાએ પણ 67 રનની ઈનિંગ રમી. બાદમાં આંદ્રે રસેલે પણ પોતાના અંદાજમાં તોફાની બેટિંગ કરતા માત્ર 17 બોલમાં 48 રન બનાવ્યા.

આ પણ જુઓ : એક વિકેટકિપર જેને તમે ક્યારે વિકેટકિંપિંગ કરતા નથી જોયો

સારી શરૂઆત છતાંય પંજાબના બોલર્સ કોલકાતાને નાના સ્કોર સુધી રોકી રાખવામાં નિષ્ફળ રહ્યા હતા. કોલકાતાના લગભગ તમામ બેટ્સમેનોએ પંજાબના બોલર્સને મેદાનની ચારે તરફ ફટકાર્યા. કોલકાતાને મેચ જીતવા માટે 219 રનનો પડકાર છે. ઉલ્લેખનીય છે કે કોલકાતા અને પંજાબ બંને જીત સાથે સિરીઝની શરૂઆત કરી હતી. ત્યારે હવે બંને ટીમો આ મેચ જીતીને પોતાનો લય જાળવી રાખવા પ્રયત્ન કરી રહી છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK