ન્યુઝીલેન્ડના દિગ્ગજ મેક્કુલમને IPL માં આ ટીમે મહત્વની જવાબદારી સોપી

Published: Aug 15, 2019, 21:10 IST | Mumbai

કોલકાતા નાઈટ રાઇડર્સે (KKR) ગુરુવારે જાહેરાત કરી કે તેમણે ન્યૂઝીલેન્ડના પૂર્વ સુકાની બ્રેન્ડન મેક્કુલમને ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ કોલકત્તા ટીમે સાઉથ આફ્રિકાના જેક કાલિસને કોચ તરીકે કરાર લંબાવ્યો ન હતો.

બ્રેન્ડમ મેક્કુલમ (PC : ESPNCRICINFO)
બ્રેન્ડમ મેક્કુલમ (PC : ESPNCRICINFO)

Mumbai : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ને લઇને લઇને એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સે (KKR) ગુરુવારે જાહેરાત કરી કે તેમણે ન્યૂઝીલેન્ડના પૂર્વ સુકાની બ્રેન્ડન મેક્કુલમને ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ કોલકત્તા ટીમે સાઉથ આફ્રિકાના જેક કાલિસને કોચ તરીકે કરાર લંબાવ્યો ન હતો. કોલકત્તા નાઈટ રાઇડર્સે ટ્વીટ કરીને કહ્યું હતું કે, તમે બધા જે જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. નાઈટ રાઈડર્સના નવા હેડ કોચ બ્રેન્ડન મેક્કુલમ સ્વાગત કરો.


મેક્કુલમે આઇપીએલ સીવાય કેરેબીયન પ્રીમિયર લીગમાં પણ રમી ચુક્યો છે
IPL માં મેક્કુલમનું નામ આવે એટલે તમામ ક્રિકેટ ચાહકોને આઇપીએલની પેહલી સિઝન 2008માં કોલકત્તા ટીમ તરફથી ફટકારેલી 158 રનની ઈનીંગ યાદ આવી જાય. તો તે સિવાય મેક્કુલમ કેરેબિયન પ્રીમિયર લીગની ટીમ ત્રિનિબાગો નાઇટ રાઇડર્સ સાથે 2016થી 2018 દરમિયાન જોડાયા હતા.નવી જવાબદારી મળ્યા બાદ શું કહ્યું મેક્કુલમે
KKR ના મુખ્ય કોચ બન્યા બાદ મેક્કુલમે કહ્યું કે, આ જવાબદારી નિભાવવી મારા માટે એક મોટુ સન્માન છે. નાઇટ રાઇડર્સ અને સીપીએલ ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં એક મહાન ટીમોમાં સામેલ છે. કેકેઆર અને ટીકેઆરના રૂપમાં અમારી પાસે એક સારી ટીમ છે અને અમે બંન્નેને સફળ બનાવવા માંગીએ છીએ.

આ પણ જુઓ : મુંબઈ ઈન્ડિયન્સની પલટનનું ધમાકેદાર સેલિબ્રેશન, જુઓ ફોટોઝ

જાણો, KKR ના CEO વેંકી મૈસુરે શું કહ્યું
કોલકત્તા ટીમના સીઇઓ વેંકી મૈસૂરે કહ્યું કે, મેક્કુલમ લાંબા સમયથી નાઇટ રાઇડર્સ પરિવારનો સભ્ય રહી ચૂક્યો છે. પોતાની નેતૃત્વ ક્ષમતા, ઇમાનદારી, ગુણવત્તા અને સકારાત્મક વિચારના કારણે તે મુખ્ય કોચ બનાવવા યોગ્ય છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK