ઑસ્ટ્રેલિયાના સ્પિનર ઍડમ ઝેમ્પાનો ખુલાસો, કહ્યું...

Published: 23rd November, 2020 13:28 IST | PTI | Sydney

મેદાનની બહાર એકદમ અલગ છે કોહલી

ઍડમ ઝેમ્પા
ઍડમ ઝેમ્પા

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં વિરાટ કોહલી સાથે બૅન્ગલોરની ટીમમાં સારો એવો સમય પસાર કર્યા બાદ ઑસ્ટ્રેલિયન લેગ સ્પિનર ઍડમ ઝેમ્પાનું કહેવું છે કે વિરાટ કોહલી મેદાનમાં જેવો દેખાય છે એવો વાસ્તવિક જીવનમાં નથી. ઊલટાનો તે એકદમ રિલૅક્સ રહેનારો પ્લેયર છે. ઝેમ્પાનો સમાવેશ ભારત સામેની વન-ડે અને ટી૨૦ સિરીઝમાં કરવામાં આવ્યો છે.
આ વર્ષની આઇપીએલમાંના પોતાના પહેલા દિવસને યાદ કરતાં ઝેમ્પાએ કહ્યું કે ‘પહેલા દિવસે મને એક અજાણ્યા નંબરથી વૉટ્સઍપ આવ્યો હતો, જેમાં લખ્યું હતું, ‘ઝેમ્પા, એક વીગન રેસ્ટોરાંનું આ વાઉચર છે જેમાં ૧૫ અમેરિકી ડૉલરનું ડિસ્કાઉન્ટ મળશે. એ ઘણી સારી રેસ્ટોરાં છે. મારી પાસે એનો નંબર નહોતો. તેણે એવી રીતે મેસેજ કર્યો હતો જાણે અમે એકબીજાને વર્ષોથી જાણીએ છીએ. ખરું કહું તો તે જેવો મેદાનમાં દેખાય છે એવો જરાય નથી. તે હંમેશાં ટ્રેઇનિંગ અને મૅચમાં તીવ્રતા આણે છે. તેને સ્પર્ધા ગમે છે, પણ સાથે-સાથે મૅચમાં મળતો પરાજય તેને બિલકુલ પસંદ નથી. એક વાર તે મેદાનની બહાર જાય એટલે રિલૅક્સ બની જાય છે. બસમાં તે યુટ્યુબ ક્લિપ્સ જોતો રહે છે અને જોર-જોરથી હસતો રહે છે. તે સંસ્કારી માણસ છે. વાત કરવામાં, મસ્તી કરવામાં ઘણો સારો છે. એક વાર તેણે મને પોતાના નેપાલના પ્રવાસની વાત કરી હતી અને પોતાના નવા કૉફી મશીનની પણ તે અવારનવાર વાત કરતો હતો. મૅચમાં વિરાટ સામે બોલિંગની ચૅલેન્જ લેવી મને ગમશે, કેમ કે અત્યારના સમયનો તે શ્રેષ્ઠ પ્લેયર છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK