ફેબ્રુઆરીની ૧૧ તારીખથી લાહોરમાં શરૂ થનારી પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રણ ટી૨૦ મૅચની સિરીઝમાં હેનરિક ક્લાસેન પહેલી વાર સાઉથ આફ્રિકા ટીમનું સુકાનપદ સંભાળતો જોવા મળશે. ક્લાસેને સાઉથ આફ્રિકા માટે અત્યાર સુધી એક ટેસ્ટ, ૧૭ વન-ડે અને ૧૩ ટી૨૦ મૅચ રમી છે.
ક્રિકેટ સાઉથ આફ્રિકાએ જણાવ્યું કે આ ફેરફાર તેમની વ્યૂહરચનાનો એક ભાગ છે, જેથી કરીને ક્વિન્ટન ડી કૉકના નેતૃત્વવાળી સાઉથ આફ્રિકન ટેસ્ટ ટીમને કોરોના પ્રોટોકૉલમાં વિદેશી ટીમ સામે લડવાની આઇડિયા મળી શકે. સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝ આવતા મહિને રમાવાની છે.
ક્રિકેટ સાઉથ આફ્રિકાના ડિરેક્ટર ગ્રેમ સ્મિથે કહ્યું કે ‘કોવિડ-19 મહામારીએ રમતગમત સંસ્થાઓને આયોજન મુજબ પ્રવાસ અને રમતગમતના કાર્યક્રમો સુનિશ્ચિત કરવાના અથવા નિર્ધારીત યોજનાઓમાં શક્ય એટલા ઓછા વિક્ષેપ સાથે નવા માર્ગો શોધવાની ફરજ પાડી છે. અમે પણ એનાથી મુક્ત નથી રહ્યા અને અમે એ સુનિશ્ચિત કરવા માટે થોડું આઉટ ઑફ ધ બૉક્સ વિચાર્યું છે. અમે ઑસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે થનારી ટેસ્ટ સિરીઝ માટે સંપૂર્ણપણે તૈયાર છીએ, જ્યારે પાકિસ્તાનમાં ટી20 સિરીઝ માટે પણ અમે ઘણા ઉત્સાહિત છીએ. ટી૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને અમે યુવા પ્રતિભાઓને તક આપતાં તેમની નૅશનલ ટીમમાં પસંદગી કરી છે.’
આ ટી૨૦ સિરીઝ પહેલાં પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મૅચની સિરીઝ ૨૬ જાન્યુઆરીથી રમાશે, જેમાં પહેલી ટેસ્ટ મૅચ કરાચીમાં અને બીજી ટેસ્ટ મૅચ ચોથી ફેબ્રુઆરીથી રાવલપિંડીમાં યોજાશે.
તારીખ મૅચ સ્ટેડિયમ
ફેબ્રુઆરી ૧૧ પહેલી ટી૨૦ લાહોર
ફેબ્રુઆરી ૧૩ બીજી ટી૨૦ લાહોર
ફેબ્રુઆરી ૧૪ ત્રીજી ટી૨૦ લાહોર
પાંચથી છ શહેરોમાં યોજાઈ શકે છે આઇપીએલ
27th February, 2021 14:09 ISTયુસુફ પઠાણે સંન્યાસની જાહેરાત કરતાં કહ્યું...
27th February, 2021 14:07 IST૪૦૦ વિકેટનો માઇલસ્ટોન હાંસલ કરનાર એન્જિનિયર રવિચંદ્રન અશ્વિન કહે છે...
27th February, 2021 14:03 ISTવિનયકુમારે ૯૭૨ વિકેટ બાદ કરી ક્રિકેટને અલવિદા
27th February, 2021 14:00 IST