સ્પોર્ટ્સમાં ડ્રગ્સ ફ્રી કલ્ચરનો સંદેશો આપ્યો કિરેન રિજીજુ અને સુનીલ શેટ્ટીએ

Published: Jan 15, 2020, 16:03 IST | Guwahati

હાલમાં ચાલી રહેલા ખેલો ઇન્ડિયા ગેમ્સમાં ભાગ લેનાર પ્લેયરોને સપોર્ટ કરવા અને તેમને માટે ડ્રગ્સ ફ્રી કલ્ચરનો સંદેશ પહોંચાડવા માટે ખેલપ્રધાન કિરેન રિજીજુ અને બૉલીવુડ-સ્ટાર સુનીલ શેટ્ટી આગળ આવ્યા હતા.

કિરેન રિજીજુ
કિરેન રિજીજુ

હાલમાં ચાલી રહેલા ખેલો ઇન્ડિયા ગેમ્સમાં ભાગ લેનાર પ્લેયરોને સપોર્ટ કરવા અને તેમને માટે ડ્રગ્સ ફ્રી કલ્ચરનો સંદેશ પહોંચાડવા માટે ખેલપ્રધાન કિરેન રિજીજુ અને બૉલીવુડ-સ્ટાર સુનીલ શેટ્ટી આગળ આવ્યા હતા. સુનીલ શેટ્ટીને નૅશનલ ઍન્ટિ ડોપિંગ એજન્સીના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

suniel

આ વિશે ખેલપ્રધાન કિરેન રિજીજુએ કહ્યું કે ‘દેશનો દરેક નાગરિક જોઈ શકે છે કે ગુવાહાટીમાં કેટલી સરસ રીતે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. સુનીલ શેટ્ટીને નૅશનલ ઍન્ટિ ડોપિંગ એજન્સીના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. હું દરેક કોચ અને પેરન્ટ્સને વિનંતી કરું છું કે તેઓ પોતાના ઍથ્લીટ્સને ડ્રગ્સને લગતા વિવાદથી દૂર રાખે. દરેક ઍથ્લીટ ક્લીન રહે એ અતિમહત્ત્વનું છે, કેમ કે દરેક ઍથ્લીટ પોતે એક ચૅમ્પિયન છે અને અમે અહીં તેમને સપોર્ટ કરવા માટે છો.’

આ વિશે સુનીલ શેટ્ટીએ કહ્યું કે ‘તમે જીવનમાં ઘણી ભૂલો કરી શકો છો, પણ ધ્યાન રાખો કે તમે જે ખાઓ એ યોગ્ય હોય. મારી લાઇફમાં મેં જેકંઈ પણ મેળવ્યું છે એ સ્પોર્ટ્સને લીધે છે. હું માર્શલ આર્ટ્સની રોજ પ્રૅક્ટિસ કરતો હતો. મને એવું લાગે છે કે હું સ્પોર્ટ્સનો એક હિસ્સો છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK