ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ૧૩ વર્ષના ઇતિહાસમાં દિલ્હી, બૅન્ગલોર જેવી કેટલીક ટીમ પોતાના નામ અને લોગોમાં ફેરફાર કરી ચૂકી છે અને હવે બૉલીવુડ-અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની માલિકની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ આ વર્ષે પોતાના નામ અને લોગોમાં ફેરફાર કરવા જઈ રહી છે. અહેવાલ પ્રમાણે ૧૮ ફેબ્રુઆરીએ થનારા મિની ઑક્શનના એક દિવસ પહેલાં ૧૭ ફેબ્રુઆરીએ પંજાબ ટીમ નવું નામ અને લોગો જાહેર કરી શકે છે.
ગઈ સીઝનમા પંજાબની ટીમ લોકેશ રાહુલના નેતૃત્વમાં રમી હતી. ગયા વર્ષે આઇપીએલમાં પંજાબની શરૂઆત ઘણી ખરાબ હતી, પણ ક્રિસ ગેઇલ ટીમમાં આવ્યો ત્યાર બાદ ટીમ સતત પાંચ મૅચ જીતવામાં સફળ રહી હતી, પણ પ્લે-ઑફમાં પ્રવેશ નહોતી મેળવી શકી. મિની ઑક્શન પહેલાં પંજાબે ગ્લેન મૅક્સવેલ અને શેલ્ડન કોટ્રેલ જેવા અનેક પ્લેયરોને રિલીઝ પણ કરી દીધા છે.
કૅપ્ટન વિરાટ પાસેથી નેતૃત્વકળા શીખવા માટે આતુર ગ્લેન મૅક્સવેલ
2nd March, 2021 10:52 ISTપાંચથી છ શહેરોમાં યોજાઈ શકે છે આઇપીએલ
27th February, 2021 14:09 ISTઆઇપીએલ માટે ઇંગ્લૅન્ડની ટેસ્ટ સિરીઝ ગુમાવવાનું નહીં પાલવે: કેન વિલિયમસન
22nd February, 2021 15:29 ISTઆઇપીએલની હરાજીમાં ન વેચાતાં આશ્ચર્ય નથી થયું: ફિન્ચ
22nd February, 2021 15:26 IST