IPL 2019 : પંજાબ ટીમને લાગ્યો વધુ એક ઝટકો, આ ખેલાડી થયો બહાર

મુંબઈ | May 01, 2019, 16:57 IST

આઇપીએલ 2019માં કિંગ્સ ઈલેવન પંજાબ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પંજાબ ટીમને એક પછી એક મોટો ઝટકો લાગી રહ્યો છે. ટીમના મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તી ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

IPL 2019 : પંજાબ ટીમને લાગ્યો વધુ એક ઝટકો, આ ખેલાડી થયો બહાર
વરૂણ ચક્રવર્તી

આઇપીએલ 2019માં કિંગ્સ ઈલેવન પંજાબ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પંજાબ ટીમને એક પછી એક મોટો ઝટકો લાગી રહ્યો છે. ટીમના મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તી ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. પંજાબ ટીમે એક નિવેદનમાં બુધવારે આ વાતને સમર્થન આપતા કહ્યું હતું કે વરૂણ સિઝનની શરૂઆતમાં થયેલી ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવી શક્યો નથી જેના કારણે તે હવે બાકીના મેચોમાં રમી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે કિંગ્સ ઇલેવન પંજાબ ટુર્નામેન્ટમાં કઇ ખાસ પ્રદર્શન નથી કરી શક્યું. પંજાબ હાલ પોઇન્ટ ટેબલમાં 10 પોઇન્ટ સાથે સાતમાં ક્રમે છે. પંજાબ ટીમે 12 મેચમાંથી 5 મેચમાં જીત અને 7 મેચમાં હાર્યું છે.

8.4 કરોડમાં પંજાબે ખરીદેલ વરૂણ સિઝનમાં માત્ર 1 જ મેચ રમ્યો છે
વરૂણને આ સિઝનમાં માત્ર એક મેચ રમવાની તક મળી હતી. આ મેચ તેણે કોલકત્તા વિરુદ્ધ રમી જેમાં 3 ઓવરમાં 35 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. મહત્વનું છે કે, ગત વર્ષે આઈપીએલ હરાજીમાં વરૂણ ચક્રવર્તી રાજસ્થાનના જયદેવ ઉનડકટની સાથે સંયુક્ત રૂપથી સૌથી મોંઘો વેંચાનાર ખેલાડી હતી. વરૂણને 8.4 કરોડમાં કિંગ્સ ઈલેવન પંજાબે પોતાની ટીમ સાથે જોડ્યો હતો. વરૂણ એપ્રિલ મહિનાની શરૂઆતમાં ચેન્નાઈ સુપર કિંગ્સના મેચ પહેલા અભ્યાસ કરતા ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ત્યારબાદ તેને ટીમ તરફથી રમવાની તક મળી નથી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK