IPL 2019 : લોકેશ રાહુલની આક્રમક ઇનીંગે પંજાબને 6 વિકેટે જીતાડ્યું

મોહાલી | Apr 09, 2019, 09:34 IST

પંજાબ અને હૈદરાબાદ વચ્ચેની રોમાંચક મેચમાં લોકેશ રાહુલની આક્રમક (71*) ઇનીંગ અને મયંયક અગ્રવાલની શાનદાર (55) અડધી સદીની મદદથી પંજાબે 6 વિકેટે હૈદરાબાદને હાર આપી હતી.

IPL 2019 : લોકેશ રાહુલની આક્રમક ઇનીંગે પંજાબને 6 વિકેટે જીતાડ્યું
લોકેશ રાહુલ (PC : IPL)

આઇપીએલમાં સોમવારે રમાયેલી કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની રોમાંચક મેચમાં લોકેશ રાહુલની આક્રમક (71*) ઇનીંગ અને મયંયક અગ્રવાલની શાનદાર (55) અડધી સદીની મદદથી પંજાબે 6 વિકેટે હૈદરાબાદને હાર આપી હતી. આમ હૈદરાબાદના ડેવિડ વોર્નરની (70*) રનની આક્રમક ઇનીંગ એળે ગઇ હતી.આમ કિંગ્સ ઇલેવન પંજાબ ટીમે ટુર્નામેન્ટમાં ચોથી જીત મેળવી હતી.

હૈદરાબાદની ખરાબ શરૂઆત
મેચમાં પંજાબે ટોસ જીતીને હૈદરાબાદને પહેલા બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. મેચની બીજી જ ઓવરમાં મુઝીબ ઉર રહમાને પંજાબ ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે અશ્વિનના હાથે જોની બેયરસ્ટોને કેચ આઉટ કરાવ્યો હતો. બેયરસ્ટોએ માત્ર એક રન બનાવ્યો હતો. હૈદરાબાદની રમત શરૂઆતમાં ઘણી ધીમી રહી હતી.ટીમ તરફથી પહેલો ચોગ્ગો
5મી ઓવરમાં લાગ્યો હતો. 5 ઓવર પૂરી થયા બાદ હૈદરાબાદનો સ્કોર એક વિકેટ પર 25 રન હતો. ધીમી ગતિનો આ સિલસિલો આગળ પણ ચાલું રહ્યો હતો, ત્યારબાદ હૈદરાબાદે 10 ઓવરમાં 50 રન પૂરા કર્યાં હતા.

ડેવિડ વોર્નરની ઇનીંગ એળે ગઇ
હૈદરાબાદ તરફથી સૌથી વધુ રન ડેવિડ વોર્નરે બનાવ્યા હતા. વોર્નરે મનીષ પાંડેની સાથે મળીને
55 રનની ભાગીદારી કરી અને ટમને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડી હતી. ડેવિડ વોર્નરે 62 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 70 રનની અણનમ ઇનીંગ રમી હતી. જ્યારે મનીષ પાંડે 20મી ઓવરના પ્રથમ બોલ પર શમીનો શિકાર બન્યો હતો. પાંડેએ 15 બોલમાં 19 રન બનાવ્યા હતા. ત્યારબાદ 20મી ઓવરમાં દીપક હુડ્ડાએ 3 બોલમાં 14 રન ફટકાર્યા હતા.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK