IPL 2019 : રાજસ્થાનને 14 રને હરાવીને પંજાબે પહેલીવાર જયપુરમાં મેચ જીતી

જયપુર | Mar 26, 2019, 00:07 IST

ભારે સંઘર્ષ બાદ કિંગ્સ ઇલેવન પંજાબ ટીમે 14 રને જીત મેળવીને ટુર્નામેન્ટમાં જીત સાથે શરૂઆત કરી છે.

IPL 2019 : રાજસ્થાનને 14 રને હરાવીને પંજાબે પહેલીવાર જયપુરમાં મેચ જીતી
ક્રિસ ગેઇલ (PC : IPL)

IPL 2019 માં સોમવારે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રોમાંચક મેચ રહી હતી. જેમાં ભારે સંઘર્ષ બાદ કિંગ્સ ઇલેવન પંજાબ ટીમે 14 રને જીત મેળવીને ટુર્નામેન્ટમાં જીત સાથે શરૂઆત કરી છે. પહેલા બેટીંગ કરતા પંજાબે ક્રિસ ગેલના આક્રમક 79 રન અને શરફરાઝના 46 રનની મદદથી 4 વિકેટે 184 રનનો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 9 વિકેટે 170 રન જ કરી શક્યું હતું. રાજસ્થાન તરફથી બટલરે સૌથી વધુ 69 રન કર્યા હતા. તો પંજાબ તરફથી સેમ કરન, મુજીબ અને અંકિતે 2-2 વિકેટો ઝડપી હતી. મહત્વની વાત એ છે કે રાજસ્થાને છેલ્લી 7 વિકેટ માત્ર 22 રનના ગાળામાં જ ગુમાવી દીધી હતી. આમ પંજાબ આઇપીએલમાં પહેલીવાર જયપુરમાં જીત મેળવી છે.

રાજસ્થાનની શરૂઆત સારી રહી
પંજાબે આપેલા 185 રનના લક્ષ્યાંક સામે મેદાન પર ઉતરેલી રાજસ્થાનની ટીમની શરૂઆત સારી રહી હતી. ઓપનર અજીંક્ય રહાણે અને બટલરે પહેલી વિકેટ માટે 78 રન જોડ્યા હતા. રહાણે 20 બોલમાં 27 રન કર્યા હતા તો બટલરે 43 બોલમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 69 રન કર્યા હતા.

અશ્વિને કરેલા રન આઉટ રાજસ્થાનને મોંઘો પડ્યો
R. Ashwin
બટલર
69 રન પર બેટિંગ કરી રહ્યો હતો. તે બીજા છેડે હતો ત્યારે અશ્વિન બોલિંગ કરી રહ્યો હતો. અશ્વિન બોલ ફેંકે તે પહેલા બટલરનું બેટ ક્રિઝની બહાર નિકળી ગયું હતું અને અશ્વિને તેને કોઈપણ વોર્નિંગ આપ્યા વિના રનઆઉટ કરી દીધો હતો. આ ઘટનાને પગલે બટલર નારાજ પણ જણાયો હતો. બટલરે 43 બોલમાં 10 ફોર અને 2 સિક્સ ફટકારી હતી.

ગેલની રહી આક્રમક ઇનીંગ
રાજસ્થાને ટોસ જીતી પંજાબને પહેલા બેટીંગ કરવા મેદાન પર ઉતાર્યું હતું. પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. કેએલ રાહુલ પ્રથમ ઓવરમાં માત્ર 4 રન બનાવીને તો મયંક અગ્રવાલ 22 રન કરી સસ્તામાં આઉટ થયા હતા. પંજાબે પાવરપ્લેમાં ધમી બેટિંગ કરી અને
6 ઓવરમાં 32/1 રન બનાવ્યા હતા. 10 ઓવર બાદ ટીમનો સ્કોર 68/2 હતો અને અહીંથી ક્રિસ ગેલે આક્રમક બેટિંગ શરૂ કરી હતી. 12મી ઓવરમાં જયદેવ ઉનડકટની બોલિંગમાં સતત ચાર બોલમાં ત્રણ ફોર અને એક સિક્સ ફટકારીને ગેલે અડધી સદી પૂરી કરી હતી.  ગેલે 47 બોલમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 79 રન ફટકાર્યા હતા. તેણે ત્રીજી વિકેટ માટે સરફરાઝ ખાનની સાથે 84 રનની ભાગીદારી કરી હતી. સરફરાઝ ખાને 29 બોલમાં 46 રન બનાવ્યા અને ટીમનો સ્કોર 180ને પાર પહોંચાડ્યો હતો. નિકોલસ પૂરને 14 બોલમાં 12 રન બનાવ્યા હતા. મંદીપ સિંહ 5 રન બનાવીને અણનમ રહ્યો હતો.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK