IPL 2019 : પંજાબે 12 રને રાજસ્થાનને માત આપી

મુંબઈ | Apr 17, 2019, 15:17 IST

આઇપીએલમાં મંગળવારે રમાયેલી પંજાબ અને રાજસ્થાન વચ્ચેની મેચમાં અંતિમ ઓવર સુધી રોમાંચ રહ્યો હતો. પંજાબે અજીક્ય રહાણેની કેપ્ટનશીપ વાળી રાજસ્થાન રોયલ્સની ટીમને 12 રને માત આપ્યો હતો.

IPL 2019 : પંજાબે 12 રને રાજસ્થાનને માત આપી
અશ્વિન (PC : IPL)

આઇપીએલમાં મંગળવારે રમાયેલી પંજાબ અને રાજસ્થાન વચ્ચેની મેચમાં અંતિમ ઓવર સુધી રોમાંચ રહ્યો હતો. પંજાબ અજીક્ય રહાણેની કેપ્ટનશીપ વાળી રાજસ્થાન રોયલ્સની ટીમને 12 રને માત આપ્યો હતો. આ પંજાબની આઇપીએલમાં પાંચમી જીત છે. આ જીતની સાથે પોઇન્ટ ટેબલ પર પર ટોપ 4માં પહોંચી ગઇ છે. ચેન્નાઇની ટીમ આઠમાંથી સાત મેચ જીતીને પોઇન્ટ ટેબલ પર 14 અંક મેળવીને પ્રથમ સ્થાન પર છે.

પંજાબે આપેલા
183 રનનો લક્ષ્યાંક સામે રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 170 રન જ કરી શક્યું હતું. રોયલ્સ માટે રાહુલ ત્રિપાઠીએ સર્વાધિક 50 રન કર્યા હતા. તે સિવાય સંજુ સેમસન, અજિંક્ય રહાણે અને જોસ બટલરે અનુક્રમે 27, 26 અને 23 રન કર્યા હતા. જોકે તેઓ તે સ્ટાર્ટને મોટા સ્કોરમાં કન્વર્ટ કરવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. સાતમા ક્રમે બેટિંગ કરવા આવેલા સ્ટુર્ટ બિન્નીએ 11 બોલમાં 33* રન કર્યા હતા, પરંતુ ત્યાર સુધીમાં રનરેટ રાજસ્થાનની પહોંચથી દૂર થઇ ગઈ હતી. પંજાબ માટે અર્ષદીપ સિંહ, મોહમ્મદ શમી અને રવિચંદ્રન અશ્વિને 2-2 વિકેટ લીધી હતી, જયારે એમ અશ્વિને 1 વિકેટ લીધી હતી.

પંજાબ ટીમે
20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવી 182 રન કર્યા છે. પંજાબ માટે લોકેશ રાહુલે સર્વાધિક 52 રન કર્યા હતા,પરંતુ તેણે આ માટે 47 બોલ લીધા હતા. તેના સિવાય ડેવિડ મિલરે 40 રન, ક્રિસ ગેલે 30 રન અને મયંક અગ્રવાલે 26 રનનું યોગદાન આપ્યું હતું. છેલ્લે ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપતા અશ્વિન અંતિમ 2 બોલમાં 2 સિક્સ ફટકારી કુલ 4 બોલમાં 17 રન કર્યા હતા. રાજસ્થાન રોયલ્સ માટે જોફરા આર્ચરે 3 વિકેટ, જયારે ધવલ કુલકર્ણી, જયદેવ ઉનડકટ અને ઈશ સોઢીએ 1-1 વિકેટ લીધી હતી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK