IPL 2019: પંજાબે 8 વિકેટે મુંબઇને પછાડ્યું, લોકેશ રાહુલના આક્રમક 71* રન

મોહાલી | Mar 30, 2019, 19:04 IST

પંજાબે શાનદાર પ્રદર્શન કરતા મુંબઇને 8 વિકેટે હાર આપી હતી. મુંબઇ ટીમે આપેલા 177 રનના લક્ષ્યાંકને પંજાબ ટીમે 18.4 ઓવરમાં 2 વિકેટના ભોગે જ પાર પાડ્યો હતો. ઓપનર લોકેશ રાહુલે આક્રમક રમત દાખવતા 57 બોલમાં અણનમ 71 રન કર્યા હતા.

IPL 2019: પંજાબે 8 વિકેટે મુંબઇને પછાડ્યું, લોકેશ રાહુલના આક્રમક 71* રન
લોકેશ રાહુલ (PC : IPL)

આઇપીએલમાં આજે શનીવારે પહેલી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે શાનદાર પ્રદર્શન કરતા મુંબઇ ઇન્ડિયન્સને 8 વિકેટે હાર આપી હતી. મુંબઇ ટીમે આપેલા 177 રનના લક્ષ્યાંકને પંજાબ ટીમે 18.4 ઓવરમાં 2 વિકેટના ભોગે જ પાર પાડ્યો હતો. ઓપનર લોકેશ રાહુલે આક્રમક રમત દાખવતા 57 બોલમાં અણનમ 71 રન કર્યા હતા. તો ક્રિસ ગેલે 24 બોલમાં 40 રનની ઇનીંગ રમીને ટીમને જીતાડી હતી. આમ પંજાબની ટુર્નામેન્ટમાં ત્રણમાંથી બીજી મેચ જીતી છે.

પંજાબની રહી સારી શરૂઆત
મુંબઇ ઇન્ડિયન્સ ટીમે આપેલા 177 રનના લક્ષ્યાંક સામે મેદાન પર ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબ ટીમે સારી શરૂઆત કરી હતી. ઓપનર ક્રિસ ગેલ અને લોકેશ રાહુલે આક્રમક રમત રમતા પહેલી વિકેટ માટે બંનેએ 53 રનની ભાગીદારી નોંધાવી હતી. ક્રિસ ગેલે 24 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી આક્રમક 40 રનની ઇનીંગ રમી હતી. તો લોકેશ રાહુલ આજે જીતનો હિરો રહ્યો હતો. લોકેશે 57 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 71 રન કર્યા હતા. ક્રિસ ગેલ બાદ મયંક અગ્રવાલે પણ આક્રમક ઇનીંગ રમતા 21 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 43 રનની ઉપયોગી ઇનીંગ રમી હતી અને ટીમને જીતાડવામાં મહત્વની ભુમીકા ભજવી હતી.

આ પણ જુઓ : IPL 2019: 'કમ ઓન પાપા' કહીને ઘોનીને ચિયર કરતી દેખાઈ દીકરી ઝીવા

IPL માં 300 છગ્ગા ફટકારનાર ક્રિસ ગેલ પહેલા ક્રિકેટર બન્યો
યુનિવર્સલ ક્રિકેટર તરીકે ઓળખાતા ક્રિસ ગેલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 300 સિક્સ પૂરી કરનાર પહેલો બેટ્સમેન બની ગયો છે. શનિવારે કિંગ્સ ઈલેવન પંજાબના વિસ્ફોટક બેટ્સમેને મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ આ સિદ્ધિ મેળવી હતી. પંજાબ ક્રિકેટ એસોસિએશન મોહાલીના મેદાન પર તેણે મિશેલ મૈકલેનગનના બોલને મિડ-ઓનની ઉપરથી બાઉન્ડ્રી લાઇન બહાર મોકલી દીધો હતો. આ મેચ પહેલા તેને અહીં સુધી પહોંચવા માટે બે સિક્સની જરૂર હતી. તેણે ત્રીજી ઓવરમાં સતત બે સિક્સ ફટકારીને 'ત્રિવડી સદી' પૂરી કરી હતી. વેસ્ટઈન્ડિઝના આ આક્રમક બેટ્સમેન ગેલે પોતાના 115માં આઈપીએલ મુકાબલામાં 300ના આંકડા પર પહોંચ્યો હતો. આઈપીએલમાં સૌથી વધુ સિક્સ ફટકારવાની વાત કરીએ તો ગેલ પોતાના સાથી ખેલાડીઓ કરતા ઘણો આગળ છે. તેના બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોરમાં તેના સાથી રહેલો એબી ડિલિવિયર્સ છે, જેણે 143 મેચોમાં 192 સિક્સ ફટકારી છે. મહેન્દ્ર સિંહ ધોની 177 મેચોમાં 187 સિક્સ ફટકારીને પ્રથમ નંબર પર છે. તો સુરેશ રૈના 178 મેચોમાં 186 અને વિરાટ કોહલીએ 176 મેચોમાં 185 સિક્સ ફટકારી છે.

આ પણ વાંચો : IPL 2019:આ 5 ભારતીય ખેલાડીઓ છે ફોર્મમાં, બદલી શકે છે ટુર્નામેન્ટની દિશા

મુંબઇની શરૂઆત સારી રહી
કિંગ્સ ઇલેવન પંજાબે ટોસ જીતી પહેલા મુંબઇ ઇન્ડિયન્સને બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતું. મુંબઇ ટીમે સારી શરૂઆત કરી હતી. ઓપનર રોહીત શર્મા અને ડી કોકે પહેલી વિકેટ માટે 51 રનની ભાગીદારી નોંધાવી હતી. ડી કોકે 39 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી આક્રમક 60 રનની ઇનીંગ રમી હતી. તો સુકાની રોહીતે પણ થોડા આક્રમક શોટ્સ લગાવ્યા હતા અને 18 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 32 રન કર્યા હતા. જોકે ત્યાર બાદ કોઇ પણ ખેલાડી મોટી ઇનીંગ રમી શક્યું ન હતું. જોકે અંતિ સમયે ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાએ આક્રમક શોટ્સ લગાવ્યા હતા. તેણે 19 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 31 રનની ઇનીંગ રમી હતી. આમ મુંબઇની પુરી ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 176 રન કરી શક્યું હતું. પંજાબ તરફથી મોહમ્મદ શમી, હર્ડુશ અને મુરૂગને 2-2 વિકેટ ઝડપી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK