IPL 2019 : પંજાબ સામે હારનો બદલો લેવા રાજસ્થાનની ટીમ મેદાન પર ઉતરશે

મોહાલી | Apr 16, 2019, 09:16 IST

આઇપીએલમાં મંગળવારે મોહાલીના સ્ટેડિયમમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આમને સામનો થશે. પરંતુ આ મેચમાં રાજસ્થાન મેચ જીતવા નહી પણ પોતાનો બદલો લેવા માટે મેદાન પર ઉતરશે.

IPL 2019 : પંજાબ સામે હારનો બદલો લેવા રાજસ્થાનની ટીમ મેદાન પર ઉતરશે
અશ્વિન અને રહાણે (PC : TOI)

આઇપીએલમાં મંગળવારે મોહાલીના સ્ટેડિયમમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આમને સામનો થશે. પરંતુ આ મેચમાં રાજસ્થાન મેચ જીતવા નહી પણ પોતાનો બદલો લેવા માટે મેદાન પર ઉતરશે. મહત્વની વાત એ છે કે પંજાબ પર પણ આજની મેચમાં દબાળ હશે. કારણ કે પંજાબ છેલ્લી બંને મેચ હાર્યું છે. રાજસ્થાને ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત પંજાબ સામે કરી હતી અને તે મેચમાં પંજાબે 14 રને માત આપી હતી. ત્યારે આજે રાજસ્થાન તેનો બદલો લેવાના ઇરાદા સાથે ઉતરશે.

મહત્વની વાત એ છે કે માંકડિંગ વિવાદ બાદ બંને ટીમો પહેલીવાર સામે સામે મેદાન પર ઉતરશે. બંને વચ્ચે પહેલી મેચમાં અશ્વિને બટલરને માંકડિંગથી આઉટ કરતા વિવાદ થયો હતો. કારણ કે રાજસ્થાન તે મેચ જીતની નજીક પહોંચ્યા બાદ હારી ગઇ હતી.

પંજાબને છેલ્લા બે મેચમાં હાર મળી છે. મુંબઈ ઈન્ડિયન્સે તેને પોતાના ઘરમાં પરાજય આપ્યો હતો તો વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પણ પંજાબને તેના ઘરમાં હરાવ્યું હતું. આ મેચમાં પંજાબની સામે એવી ટીમ છે જેનું આ સિઝનમાં પ્રદર્શન સારૂ રહ્યું નથી. રાજસ્થાન આ સમયે પોઈન્ટ ટેબલમાં સાત મેચોમાં બે જીત અને પાંચ હાર સાથે પોઈન્ટ ટેબલમાં સાતમાં સ્થાને છે. ગત મેચમાં મુંબઈને તેના ઘરમાં પરાજય આપ્યા બાદ રાજસ્થાનની ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર છે. આ મેચ રાત્રે 8 કલાકે શરૂ થશે.

કિંગ્સ ઇલેવન પંજાબ
ક્રિસ ગેલ, લોકેશ રાહુલ, ડેવિલ મિલર, મંયક અગ્રવાલ, મજીબ-ઉર-રહેમાન, કરૂણ નાયર, અંકિત રાજપૂત, રવિચંદ્રન અશ્વિન, એન્ડ્ર્યૂ ટાઈ, મંદીપ સિંહ, મોરિસ હેનરીકેસ, નિકોલસ પૂરન, મોહમ્મદ શમી, વરૂણ ચક્રવર્તી, હરપ્રીત બરાર, સેમ કરન, હરદુ, મુર્ગન અશ્વિન, અક્ષદીપ નાથ, દર્શન નલકાંડે, પ્રભસિમરન સિંહ, અગ્નિવેશ આયાચી, વિઝલોન.

રાજસ્થાન રોયલ્સઃ
અજિંક્ય રહાણે, જોસ બટલર, સ્ટીવ સ્મિથ, બેન સ્ટોક્સ, ઈશ સોઢી, કૃષ્ણપ્પા  ગૌતમ, સંજુ સેમસન, શ્રેયસ ગોપાલ, આર્યમન બિડલા, એસ મિથુન, જોફરા આર્ચર  પ્રશાંત ચોપડા, સ્ટુઅર્ટ બિન્ની, રાહુલ  ત્રિપાઠી, ધવલ કુલકર્ણી અને મહિપાલ તોમર, મનન વોહરા, જયદેવ ઉનડકટ, રિયાન પરાગ, ઓશાને થોમસ, અશ્ટોન ટર્નર, લીમ લિવિન્ગસ્ટોને, શુભમ રંજાના, શશાંક સિંહ, વરૂન આરોન.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK