કિંગ્સ 11 પંજાબ છોડશે અશ્વિનનો સાથ, આ ટીમ આપી શકે છે તક

Published: Aug 24, 2019, 12:35 IST | મુંબઈ

ટીમ ઈન્ડિયાના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન હાલ ટીમ ઈન્ડિયા સાથે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. જો કે ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં તેમને તક નથી મળી.

આર. અશ્વિન છે પંજાબના કેપ્ટન
આર. અશ્વિન છે પંજાબના કેપ્ટન

ટીમ ઈન્ડિયાના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન હાલ ટીમ ઈન્ડિયા સાથે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. જો કે ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં તેમને તક નથી મળી. આ દરમિયાન રવિચંદ્રન અશ્વિન અંગેના મહત્વના સમાચાર આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે IPL ફ્રેન્ચાઈઝી કિંગ્સ ઈલેવન પંજાબ અશ્વિનને ઝટકો આપી શકે છે.

ત્યારે શક્ય છે કે IPL 2020માં અનુભવી ઓફ સ્પિનર આર. અશ્વિન કોઈ બીજી ટીમમાંથી રમતા દેખાય. પાછલી બે સિઝનમાં કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન અશ્વિન પોતાની ટીમને પ્લે ઓફ સુધી નહોતી પહોંચાડી શક્યા. વર્ષ 2018માં મોહાલી બેઝ્ડ ટીમ કિંગ્સ 11 પંજાબ ટેબલમાં સાતમા નંબરે અને IPL 2019માં છઠ્ઠા સ્થાન રહી હતી.

કેપ્ટન તરીકે અશ્વિન કિંગ્સ ઈલેવન પંજાબ માટે સફળ નથી રહ્યા. એટલે સુધી કે તેમનું પોતાનું પ્લેયર તરીકેનું પ્રદર્શન પણ ખાસ નથી રહ્યું. ત્યારે 7.6 કરોડ રૂપિયાની કિંમતે ખરીદાયેલા કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ હવે ટ્રેડ કરીને બીજી ટીમમાં સામેલ થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે આર અશ્વિનને લેવા માટે બે ફ્રેન્ચાઈઝી પોતાની ટીમમાં લેવા માટે તૈયાર છે.

આ પણ વાંચોઃ શું તમને ખબર છે કેટલું ભણેલા છે આ સ્ટાર ભારતીય ક્રિકેટર્સ?

રિપોર્ટ્સ પ્રમાણે આર. અશ્વિનને શ્રેયસ ઐય્યરની કેપ્ટનશિપ વાળી દિલ્હી કેપિટલ્સ અને સ્ટીવ સ્મિથની કેપ્ટન્સી વાળી રાજસ્થાન રોયલ્સની ફ્રેન્ચાઈઝી ખરીદવા તૈયાર છે. અનુભવી ખેલાડી હોવાને કારમે આર. અશ્વિન દિલ્હી કે પછી રાજસ્થાનની ટીમમાં બોલિંગ એટેક મજબૂત કરી શકે છે. 32 વર્ષના અશ્વિન સફળ બોલિંગ અને બ્રેક થ્રૂ માટે જાણીતા છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK