વેસ્ટ ઇન્ડિઝના આ ઘાતક ક્રિકેટરને ટી20 અને વન-ડે ટીમનો સુકાની બનાવ્યો

Published: Sep 10, 2019, 19:00 IST | Mumbai

વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી અનેક પડકારોનો સામનો કરી રહી છે. પછી તે ટીમ અને બોર્ડ વચ્ચેનો ખચકાટ હોય કે પછી ખેલાડીઓના પગારને લઇને વિરોધ હોય. પણ કહેવાય છેને કે ખરાબ સમય પુરો થયા બાદ સારો સમય આવે છે.

Mumbai : વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી અનેક પડકારોનો સામનો કરી રહી છે. પછી તે ટીમ અને બોર્ડ વચ્ચેનો ખચકાટ હોય કે પછી ખેલાડીઓના પગારને લઇને વિરોધ હોય. પણ કહેવાય છેને કે ખરાબ સમય પુરો થયા બાદ સારો સમય આવે છે. તેમ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટમાં લાગી રહ્યું છે કે ધીમે ધીમે સારો સમય આવી રહ્યો છે. વિન્ડીઝના સ્ટાર ક્રિકેટર કેરોન પોલાર્ડને ટી20 અને વન-ડે ટીમનું સુકાની પદ સોપ્યું છે. ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝના પ્રમુખ રિકી સ્ક્રિરેટે સોમવારે (9 સપ્ટેમ્બર) ત્રિનિદાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે જાહેરાત કરી હતી. પોલાર્ડ છેલ્લે ઓક્ટોબર 2016માં (પાકિસ્તાન સામે) વનડે રમ્યો હતો. પોલાર્ડને વનડેમાં જેસન હોલ્ડર અને ટી-20માં કાર્લોસ બ્રેથવેટને કેપ્ટન તરીકે રિપ્લેસ કર્યો છે. હોલ્ડર ટેસ્ટ ટીમના કપ્તાન તરીકે ફરજ નિભાવતો રહેશે.

આ પણ જુઓ : 

આગામી લક્ષ્યાંક ટી-20 ટાઇટલ ડિફેન્ડ કરવાનું છે
સુકાની તરીકે પોલાર્ડ સૌથી પહેલા નવેમ્બરમાં અફઘાનિસ્તાન સામે ત્રણ ટી -20 અને ત્રણ વનડે મેચોની સીરિઝ રમશે. આ સીરિઝ ભારતમાં રમાવવાની છે. કપ્તાન બન્યા પછી મીડિયા સાથે વાત કરતા પોલાર્ડે કહ્યું કે, "હું આખી દુનિયામાં ફ્રેન્ચાઇઝ ક્રિકેટ રમ્યો છું અને તે અનુભવનો ઉપયોગ વેસ્ટ ઈન્ડિઝની કપ્તાની કરવામાં મને મદદ કરશે." "કેપ્ટન તરીકે ટૂંકા ગાળામાં, તાત્કાલિક લક્ષ્ય ટી -20 વર્લ્ડ કપનું ટાઇટલ ડિફેન્ડ કરવાનો છે. હું ઇચ્છુ છું કે ટીમમાં સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓનું ચયન થાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK