Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પોલાર્ડે મુંબઈને પ્લે-ઑફમાં પહોંચાડ્યું

પોલાર્ડે મુંબઈને પ્લે-ઑફમાં પહોંચાડ્યું

14 May, 2013 05:49 AM IST |

પોલાર્ડે મુંબઈને પ્લે-ઑફમાં પહોંચાડ્યું

પોલાર્ડે મુંબઈને પ્લે-ઑફમાં પહોંચાડ્યું






વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે હજારો પ્રેક્ષકોને કીરૉન પોલાર્ડે (૬૬ નૉટઆઉટ, ૨૭ બૉલ, આઠ સિક્સર, બે ફોર) તેમના પૈસા પૂરેપૂરા વસૂલ કરી આપ્યા હતા. પોલાર્ડ મુંબઈ ઇન્ડિયન્સ માટે ક્રિસ ગેઇલ સાબિત થયો હતો. મૅન ઑફ ધ મૅચ પોલાર્ડે અને રોહિત શર્માએ ૬.૧ ઓવરમાં ૮૫ રનની અતૂટ ભાગીદારી સાથે મુંબઈ ઇન્ડિયન્સને રોમાંચક વિજય અપાવ્યો હતો.

આ જીત સાથે મુંબઈ ઇન્ડિયન્સે પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરાનું સ્થાન મેળવવાની સાથે પ્લે-ઑફમાં સ્થાન પાકું કરી લીધું હતું. મુંબઈએ ૧૭૯નો ટાર્ગેટ ૧૯.૩ ઓવરમાં પોલાર્ડની વિનિંગ સિક્સરથી મેળવી લીધો હતો.

પરેરા સામે પોલાર્ડનો પાવર

થિસારા પરેરાએ ૧૭મી ઓવર કરી હતી જેમાં પહેલાં રોહિતે અને પછી પોલાર્ડે જબરદસ્ત ફટકાબાજીથી બાજી મુંબઈની ફેવરમાં લાવી દીધી હતી. એ ઓવર (૬, ૧, ૪, ૬, ૬, ૬)માં કુલ ૨૯ રન બન્યા હતા. છેલ્લી ત્રણ સિક્સર અને એ પહેલાંની ફોર પોલાર્ડે ફટકારી હતી.

૮ બૉલમાં પોલાર્ડની ૬ સિક્સર

પોલાર્ડે પરેરાની ઓવર પછી ૧૮મી ઓવર અમિત મિશ્રાની ઓવરમાં ફટકાબાજી કરી હતી. એમાં ૨૧ રન બન્યા હતા. એમાં પણ પોલાર્ડે ત્રણ સિક્સર મારી હતી. એ રીતે પોલાર્ડે એક તબક્કે ૮ બૉલમાં ૬ છગ્ગા ફટકાર્યા હતા.

પરેરાને ૨૦મી ઓવર આપવી પડી

૧૯મી ઓવર ડેલ સ્ટેને કરી હતી જેમાં પાંચ જ રન થયા હતા, પરંતુ ૨૦મી ઓવર નાછૂટકે પરેરાને આપવી પડી હતી જેમાં મુંબઈએ ૭ રન બનાવવાના બાકી હતી. પોલાર્ડે પ્રથમ બૉલમાં સિક્સર માર્યા પછી બીજો બૉલ ડોટ બૉલ હતો, પરંતુ ત્રીજા બૉલમાં જીતવા માત્ર ૧ રન બાકી હતો છતાં પોલાર્ડે એમાં પણ સિક્સર મારી હતી.

સચિનને હથેળીમાં ઈજા


સચિન તેન્ડુલકર ૩૮ રન પર હતો અને ટીમનું ટોટલ એક વિકેટે ૯૪ રન હતું ત્યારે સચિનને ડાબા હાથની હથેળીમાં ઈજા થઈ હતી અને તે ફિઝિયોની મદદ સાથે પૅવિલિયનમાં પાછો જતો રહ્યો હતો. તે રિટાયર હર્ટ થયો એના આગલા જ બૉલમાં તેણે કરણ શર્માના બૉલમાં સિક્સર ફટકારી હતી.

વિહારીની બે મોટી ભાગીદારી


સનરાઇઝર્સ હૈદરાબાદે ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૧૭૮ રન બનાવ્યા હતા જેમાં શિખર ધવન (૫૯ રન, ૪૧ બૉલ, બે સિક્સર, છ ફોર), કૅમેરન વાઇટ (૪૩ નૉટઆઉટ, ૨૩ બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) અને હનુમા વિહારી (૪૧ રન, ૩૭ બૉલ, ચાર ફોર)ના સૌથી મોટા યોગદાનો હતા. ગઈ મૅચના હીરો પાર્થિવ પટેલે ૨૬ રન બનાવ્યા હતા. ૩૮ રનના ટોટલ પર પાર્થિવની વિકેટ પડ્યા પછી શિખર અને વિહારી વચ્ચે બીજી વિકેટ માટે ૭૩ રનની ભાગીદારી થઈ હતી. શિખરની વિકેટ પડ્યા પછી ત્રીજી વિકેટ માટે વિહારી અને વાઇટ વચ્ચે પંચાવન રનની પાર્ટનરશિપ થઈ હતી. મુંબઈ ઇન્ડિયન્સના છ બોલરોમાં એકમાત્ર લસિથ મલિન્ગા સૌથી સફળ હતો. તેણે ૨૬ રનમાં બે વિકેટ લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2013 05:49 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK