T20 વર્લ્ડ કપમાં કયા બોલરોની બોલબાલા?

Published: 17th September, 2012 09:04 IST

કાલથી શરૂ થતા T20 મહાયુદ્ધમાં એકમેકને ચડિયાતા સાબિત કરવા જામશે જંગ

લસિથ મલિન્ગા

T20માં નંબર વન બોલર ગણાતા અને અનોખી બોલિંગ-ઍક્શન ધરાવતા શ્રીલંકાના આ સ્ટાર બોલરની ચાર ઓવર સંભાળીને રમવાના પ્લાનિંગ સાથે જ હરીફો મેદાનમાં ઊતરે છે. છેલ્લી ઓવરના મહારથી મલિન્ગાની ચતુરાઈપૂર્વકના બૉલની ઝડપના ફેરફારમાં અને બૅટ્સમૅનના પગના અંગૂઠાને નિશાન બનાવીને ફેંકેલા યૉર્કરમાં ભલભલા સ્ટાર બૅટ્સમેનો ભોંયભેગા થઈ જાય છે. T20નો આ બાદશાહ ઘરઆંગણે પાવર બતાવીને શ્રીલંકાને કપ જિતાડી આપે તો નવાઈ નહીં. T20 વર્લ્ડ કપમાં ૨૦૦૯માં ઇંગ્લૅન્ડમાં પાકિસ્તાન સામે ૪ ઓવરમાં ૧૭ રનમાં ૩ વિકેટ બેસ્ટ છે.

પર્ફોર્મન્સ પર નજર

T20 ઇન્ટરનૅશનલ મૅચ : ૩૩, વિકેટ : ૪૦, ઇકૉનૉમી : ૭.૨૭, બેસ્ટ બોલિંગ : ૧૨ રનમાં ૩ વિકેટ

ડેલ સ્ટેન

સ્ટેનની આગઝરતી બોલિંગ ઉપરાંત એટલી જ આક્રમકતાભર્યા તેના ચહેરા પરના હાવભાવ સામે ટકવું મુશ્કેલભર્યું બની જાય છે. T20ના છેલ્લા વર્લ્ડ કપમાં ૨૦૧૦માં અફઘાનિસ્તાન સામે ૩ ઓવરમાં માત્ર ૬ રન આપીને ઝડપેલી બે વિકેટ તેનો બેસ્ટ પર્ફોર્મન્સ છે.

પર્ફોર્મન્સ પર નજર

T20 ઇન્ટરનૅશનલ મૅચ : ૨૩, વિકેટ : ૩૧, ઇકૉનૉમી : ૬.૬૭, બેસ્ટ બોલિંગ : ૯ રનમાં ૪ વિકેટ

ઇરફાન પઠાણ

ટીમ ઇન્ડિયાનો આ સ્વિંગનો મહારથી ફરી અસલી ટચમાં આવી રહ્યો છે. લાંબા સમય બાદ કમબૅક કર્યા પછી દરેક મૅચમાં દેખાતા ઇરફાને શનિવારે પહેલી પ્રૅક્ટિ-મૅચમાં યજમાન શ્રીલંકાની પાંચ વિકેટ લઈને ભારતને

જીત અપાવી હતી અને હરીફોને સાવધ કરી દીધા હતા. ઘરઆંગણે ન્યુ ઝીલૅન્ડ સામેની T20માં પણ તેણે ત્રણ વિકેટ લીધી હતી. ૨૦૦૭માં ભારત પાકિસ્તાનને હરાવીને પહેલો T20 વર્લ્ડ કપ જીત્યું હતું ત્યારે ફાઇનલમાં ઇરફાને કરીઅરનો બેસ્ટ પર્ફોર્મન્સ કરીને ૧૬ રનમાં ૩ વિકેટ લઈને તે મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.

પર્ફોર્મન્સ પર નજર

T20 ઇન્ટરનૅશનલ મૅચ : ૧૯, વિકેટ : ૨૩, ઇકૉનૉમી : ૭.૮૮, બેસ્ટ બોલિંગ : ૧૬ રનમાં ૩ વિકેટ

ઉમર ગુલ

આ પાકિસ્તાની બોલર ટીમની બોલિંગ લાઇન-અપનો આધારસ્તંભ છે. T20 ગુલની ૫૯ વિકેટો તેના જ દેશના સઈદ અજમલ (૬૦) પછી બીજા નંબરે છે. T20 વર્લ્ડ કપમાં ૨૦૦૯માં ન્યુ ઝીલૅન્ડ સામેનો ૩ ઓવરમાં માત્ર ૬ રનમાં પાંચ વિકેટ તેનો બેસ્ટ પર્ફોર્મન્સ છે.

પર્ફોર્મન્સ પર નજર

T20 ઇન્ટરનૅશનલ મૅચ : ૪૩, ૯૮૫, વિકેટ : ૫૯, ઇકૉનૉમી : ૬.૬૨, બેસ્ટ બોલિંગ : ૬ રનમાં ૫ વિકેટ

સઈદ અજમલ

ભલભલા બૅટ્સમેનોને જાળમાં ફસાવવામાં માહિર આ ઑફ સ્પિનર T20માં સૌથી વધુ ૬૦ વિકેટ સાથે પહેલા નંબરે છે. અજમલની ચાર ઓવરમાં જ મૅચનું રિઝલ્ટ નક્કી થઈ જતું હોય છે. T20 વર્લ્ડ કપમાં ૨૦૦૯માં આયર્લેન્ડ સામેનો ૪ ઓવરમાં ૧૯ રનમાં ૪ વિકેટ તેનો બેસ્ટ બોલિંગ પર્ફોર્મન્સ છે.

પર્ફોર્મન્સ પર નજર

T20 ઇન્ટરનૅશનલ મૅચ : ૪૨, વિકેટ : ૬૦, ઇકૉનૉમી : ૬.૦૩, બેસ્ટ બોલિંગ : ૧૯ રનમાં ૪ વિકેટ

ગ્રેમ સ્વૉન

છેલ્લાં થોડાં વષોર્થી ઇંગ્લૅન્ડનું બોલિંગ-આક્રમણ સ્વૉન પર જ નર્ભિર રહ્યું છે. અજમલની જેમ સ્વૉનની પણ ચાર ઓવર મૅચની દિશા નક્કી કરનારી બને છે. T20 વર્લ્ડ કપમાં ૨૦૧૦માં સાઉથ આફ્રિકા સામે ૪ ઓવરમાં ૨૪ રનમાં ૩ વિકેટ તેનો બેસ્ટ પર્ફોર્મન્સ છે.

પર્ફોર્મન્સ પર નજર

T20 ઇન્ટરનૅશનલ મૅચ : ૩૪, વિકેટ : ૪૪, ઇકૉનૉમી : ૬.૩૯, બેસ્ટ બોલિંગ : ૧૩ રનમાં ૩ વિકેટ

સુનીલ નારાયણ

આઇપીએલની છેલ્લી સીઝનને લીધે આ કૅરિબિયન સ્પિનર આજે સ્ટાર બની ગયો છે. નારાયણે આઇપીએલમાં કલકત્તા નાઇટ રાઇડર્સને ચૅમ્પિયન બનાવ્યું હતું. તેના કૅરમ બૉલને ઓળખવામાં ઘણા થાપ ખાઈ જાય છે. તે T20 વર્લ્ડ કપમાં કૅરિબિયન ટીમને ચૅમ્પિયન બનાવવા મુખ્ય ભાગ ભજવી શકે છે.

પર્ફોર્મન્સ પર નજર

T20 ઇન્ટરનૅશનલ મૅચ : ૫, વિકેટ : ૭, ઇકૉનૉમી : ૬.૪૦, બેસ્ટ બોલિંગ : ૧૨ રનમાં ૪ વિકેટ

શાહિદ આફ્રિદી

પાકિસ્તાનનો આ ભૂતપૂર્વ કૅપ્ટન T20માં બેસ્ટ બોલર ગણાય છે. T20 ઇન્ટરનૅશનલમાં તેની કુલ ૫૮ વિકેટો તેના જ દેશના અજમલ અને ગુલ પછી ત્રીજા નંબરે છે. જ્યારે T20 વર્લ્ડ કપમાં તેણે જ સૌથી વધુ ૨૭ વિકેટ લીધી છે. ૨૦૦૯માં ટીમને એકલાહાથે ચૅમ્પિયન બનાવનાર આફ્રિદી ફરી એવી જ કમાલ કરવા તત્પર છે. T20 વર્લ્ડ કપમાં ૨૦૦૯માં નેધરલૅન્ડ  સામે ૪ ઓવરમાં ૧૧ રનમાં ૪ વિકેટ તેનો બેસ્ટ બોલિંગ પર્ફોર્મન્સ છે.

પર્ફોર્મન્સ પર નજર

T20 ઇન્ટરનૅશનલ મૅચ : ૫૦, વિકેટ : ૫૮, ઇકૉનૉમી : ૬.૧૦, બેસ્ટ બોલિંગ : ૧૧ રનમાં ૪ વિકેટ

નોંધ : ઇકૉનૉમી રેટ એટલે બોલરની એક ઓવરમાં બનેલા રન


બીજા આ બોલરો પણ એકલાહાથે બાજીને પલટાવી શકે છે

ઝહીર ખાન, હરભજન સિંહ, જૅક કૅલિસ, ઍલ્બી મૉર્કલ, યોહાન બોથા, શેન વૉટ્સન, પૅટ કમિન્સ, બેન હિલ્ફેનહૉસ, મિચેલ સ્ટાર્ક, અબ્દુર રઝાક, મુશરફી મુર્તઝા, શાકિબ-ઉલ-હસન, સ્ટુઅર્ટ બ્રૉડ, જેડ ડેનબાર્ક, સ્ટીવન ફિન, જેકબ ઓરમ, ટિમ સાઉધી, ડેનિયલ વેટોરી, અબ્દુલ રઝાક, સોહેલ તનવીર, ડ્વેઇન બ્રાવો, ફિડલ એડવર્ડ, ઍન્દ્રે રશેલ, ઍન્જલો મૅથ્યુઝ, નુવાન કુલસેકરા, અજન્થા મૅન્ડિસ, અકિલા ધનંજય, થિસારા પેરેરા.

આઇસીસી = ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ, આઇપીએલ = ઇન્ડિયન પ્રીમિયર લીગ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK