પીટરસને ડ્રેસિંગ રૂમમાં કરી હતી ગાળાગાળ

Published: 9th October, 2014 05:33 IST

ઇંગ્લૅન્ડની ક્રિકેટ-ટીમના ડ્રેસિંગ રૂમમાં દહેશતનું વાતાવરણ હોવાનો આરોપ કરવાવાળા ભૂતપૂર્વ ખેલાડી કેવિન પીટરસનના વિરોધમાં એક e-મેઇલ મોકલવામાં આવી છે જેમાં ગયા વર્ષે ઑસ્ટ્રેલિયામાં ઍશિઝ દરમ્યાન પીટરસને કરેલા ખરાબ વર્તનની વાત કરવામાં આવી છે.


ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડના જણાવ્યા પ્રમાણે વેબસાઇટ Cricinfoને આ ઈ-મેઇલ મળી છે જે ભૂતપૂર્વ કોચ ઍન્ડી ફ્લાવરે તૈયાર નથી કરી, પરંતુ તેમના વકીલે તૈયાર કરેલી ગુપ્ત e-મેઇલ છે.

આ ઈ-મેઇલને કારણે ભૂતપૂર્વ કોચ ઍન્ડી ફ્લાવર, ભૂતપૂર્વ સ્પિનર ગ્રેમ સ્વાન તથા વિકેટકીપર મૅટ પ્રાયર જરૂર ખુશ થશે જેમના વિરુદ્ધ પીટરસને પોતે લખેલી આત્મકથામાં ઘણી વિસ્ફોટક વિગતો લખી છે. પીટરસને e-મેઇલ બાબતે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે મેં આ વિશે સાંભળ્યું છે. એમાં કુકનું નામ પણ સરખી રીતે લખવામાં નથી આવ્યું. e-મેઇલમાં એવું લખવામાં આવ્યું હતું કે ચોથી ટેસ્ટમાં પીટરસન જલદી આઉટ થઈ જતાં તેણે ડ્રેસિંગ રૂમમાં આવીને યુવા ખેલાડીઓ વિરુદ્ધ ઘણી ગાળાગાળી કરી હતી.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK