IPL મારી ફેવરિટ છે, ભારતે મને ઘણુંબધું આપ્યું છે : કેવિન પીટરસન

Published: 19th September, 2020 13:29 IST | Agency | New Delhi

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) શરૂ થતાં પહેલાં ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન કેવિન પીટરસનનું કહેવું છે કે તેને આઇપીએલ ખરેખર ખૂબ ગમે છે અને ભારતે તેને ઘણુંબધું આપ્યું છે.

કેવિન પીટરસન
કેવિન પીટરસન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) શરૂ થતાં પહેલાં ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન કેવિન પીટરસનનું કહેવું છે કે તેને આઇપીએલ ખરેખર ખૂબ ગમે છે અને ભારતે તેને ઘણુંબધું આપ્યું છે. પીટરસને કહ્યું કે ‘આ વર્ષની આઇપીએલ ખરેખર ઘણી અલગ હશે, કારણ કે આ વર્ષે ક્રિકેટપ્રેમીઓ અમારી સાથે નહીં હોય. દરેક વ્યક્તિ અને દરેક ટીમ બબલમાં જીવન વિતાવી રહી છે અને બબલમાં રહીને તેઓ ટુર્નામેન્ટ જીતવા માગે છે. દરેક માટે આ એક નવો આયામ છે. મને નથી ખબર કે આ વર્ષે કોણ જીતશે, પણ મને લાગે છે કે દિલ્હીની ટીમ જીતવી જોઈએ. મને યુવા પ્લેયર સાથે રમવાનું ગમે છે. મને આઇપીએલ પણ ઘણી ગમે છે. ભારતે મને જે આપ્યું છે અને ૨૦૦૨થી મારી જર્ની રહી છે એનાથી મને ઘણો લગાવ છે. ભારતની સંસ્કૃતિ, પરંપરા, મિત્રતા ખરેખર ઘણી સારી છે.’

જોકે આ વર્ષે યુએઈમાં પીટરસન કૉમેન્ટરી-બૉક્સમાં જોવા મળશે. આઇપીએલમાં તે દિલ્હી, બૅન્ગલોર અને પુણેની ટીમ વતી રમી ચૂક્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK