IPL 2020: દિલ્હી કૅપિટલ્સ ચૅલેન્જ આપી શકે છે અને આઇપીએલ જીતી શકે છે : કેગિસો રબાડા

Updated: Sep 17, 2020, 11:06 IST | IANS | Dubai

kesigo rabada feels that delhi capitals can take up the challenge and win ipl

કેગિસો રબાડા
કેગિસો રબાડા

દિલ્હી કૅપિટલ્સના ફાસ્ટ બોલર કેગિસો રબાડાનું માનવું છે કે આઇપીએલની આ સીઝનમાં તેની ટીમ અનેક પ્લેયરોને ચૅલેન્જ આપી શકે છે તેમજ આ વર્ષનું ટાઇટલ પણ જીતી શકે છે. આઇપીએલના ઇતિહાસમાં દિલ્હી કૅપિટલ્સનો પર્ફોર્મન્સ ખાસ સારો નથી રહ્યો, પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી એ સારું પર્ફોર્મ કરી રહી છે. રબાડાનું કહેવું છે કે ‘અમારી આ સીઝન ઘણી સારી રહેશે અને મને લાગે છે કે અમે આ વર્ષે અન્ય લોકોને ચૅલેન્જ આપી શકીશું, કારણ કે અમારી પાછલી સીઝન ઘણી સારી રહી હતી. આ ટુર્નામેન્ટ પહેલેથી શરૂ થઈ હોવાથી અમને નવું ગ્રુપ મળ્યું છે. તેમની સાથે પ્રૅક્ટિસ કરીને ઘણું સારું લાગી રહ્યું છે. ખરું કહું તો આ પરિસ્થિતિ થોડી યુનિક છે, કારણ કે આમાં ઘણા ઓછા લોકો સામેલ છે. એવું લાગે છે કે અમે અન્ય પ્રદેશમાં છીએ અને ક્રિકેટ રમી રહ્યા છીએ. આવી પરિસ્થિતિ અમે ક્યારેય વિચારી નહોતી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK