વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સાઈ પ્રણીત સેમી ફાઇનલમાં હાર્યો, છતાં રચ્યો ઈતિહાસ

Published: Aug 24, 2019, 19:56 IST | Mumbai

ભારતીય બેડમિન્ટન સ્ટાર સાઈ પ્રણીત વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમી ફાઇનલમાં હારી જતાં ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. જોકે આ હાર છતાં સાઈ પ્રણીતે ઇતિહાસ રચી દીધો છે. સેમી ફાઇનલમાં સાઈ પ્રણીત વર્લ્ડ નંબર 1 જાપાનના કેંતો મોમોતાએ માત આપી હતી.

સાઈ પ્રણીત
સાઈ પ્રણીત

Mumbai : ભારતીય બેડમિન્ટન સ્ટાર સાઈ પ્રણીત વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમી ફાઇનલમાં હારી જતાં ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. જોકે આ હાર છતાં સાઈ પ્રણીતે ઇતિહાસ રચી દીધો છે. સેમી ફાઇનલમાં સાઈ પ્રણીત વર્લ્ડ નંબર 1 જાપાનના કેંતો મોમોતાએ માત આપી હતી. આ હાર છતાં પ્રણીત 36 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ મેળવનાર પહેલો ભારતીય ખેલાડી બન્યો છે.

 


પ્રણીત માત્ર 42 મિનિટમાં જ હારી ગયો હતો
સાઈ પ્રણીતને 13-21, 8-21થી કેંતો મોમોતા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સેમી ફાઇનલ મેચ 42 મિનિટ સુધી ચાલી હતી. 16મી વરીયતા પ્રાપ્ત પ્રણીતે ક્વાર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયાના જોનાટન ક્રિસ્ટીને સીધી ગેમમાં હરાવ્યો પરંતુ તે સેમિફાઇનલમાં પોતાની લય જાળવી ન શક્યો. પ્રણીતને હવે બ્રોન્ઝ મેડલ મળશે.

પ્રણીત સતત ચોથીવાર મોમોતા સામે હાર્યો
જાપાનના કેંતો મોમોતા સામે સાઈ પ્રણીતની આ સતત ચોથી હાર છે. મોમોતાએ આ વર્ષે પ્રણીતને જાપાન ઓપન અને સિંગાપુર ઓપનમાં પણ પરાજય આપ્યો હતો. પાછલા વર્ષે પણ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મોમોતાએ પ્રણીતને પરાજય આપ્યો હતો.

આ પણ જુઓ : ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે તેની પાછળ દોડતો આ 'ગુજરાતી' હવે આખી ટીમને રાખશે ફિટ

ભારતનો 36 વર્ષનો ઇંતજાર પૂરો
આ વર્ષે અર્જુન એવોર્ડ માટે પસંદ કરાયેલ વિશ્વમાં 19મા ક્રમાંકિત શટલર પ્રણીતે એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ ક્રિસ્ટીને હરાવ્યો હતો. તે 1983 બાદ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ શટલર છે. દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પુરૂષ સિંગલ્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય હતા. તેમણે 1983 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK