Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાના બે બોલરો પર શંકાસ્પદ બોલીંગ એક્શનનો આરોપ

ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાના બે બોલરો પર શંકાસ્પદ બોલીંગ એક્શનનો આરોપ

20 August, 2019 09:55 PM IST | Mumbai

ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાના બે બોલરો પર શંકાસ્પદ બોલીંગ એક્શનનો આરોપ

કેન વિલિયમ્સન અને અકિલા ધનંજય

કેન વિલિયમ્સન અને અકિલા ધનંજય


Mumbai : ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે હાલ ટેસ્ટ સીરિઝ ચાલી રહી છે. ત્યારે બંને ટીમ માટે માઠા સમાચાર આવી રહ્યા છે. શ્રીલંકાના સ્પિનર અકિલા ધનંજય પર શંકાસ્પદ બોલીંગ એક્શનનો આરોપ લાગ્યો છે. તો ન્યુઝીલેન્ડના સુકાની કેન વિલિયમસન પર પણ આ આરોપ લાગ્યો છે. બંને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ મેચ ગુરૂવારથી રમાશે.

ધનંજય પર એક વર્ષમાં બીજીવાર બોલીંગ એક્શનનો આરોપ લાગ્યો
શ્રીલંકાના યુવા સ્પિનર અકિલા ધનંજય પર એક વર્ષમાં બીજીવાર શંકાસ્પદ બોલિંગ એક્શનનો આરોપ લાગ્યો છે. તેને આ આરોપ બાદ ડિસેમ્બર
2018મા પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેણે વાપસી કરી હતી. તેની કારકિર્દીની વાત કરીએ તો અત્યાર સુધી તેણે કુલ 6 ટેસ્ટ, 36 વનડે અને 169 ટી20 મેચ રમ્યો છે. તેણે આ ત્રણેય ફોર્મેટમાં ક્રમશઃ 29, 37 અને 6 વિકેટ ઝડપી છે. કેન વિલિયમસન પાર્ટ ટાઇમ બોલર છે. તેણે અત્યાર સુધી 73 ટેસ્ટ, 149 વનડે અને 57 ટી20 મેચ રમી છે. તેણે ત્રણેય ફોર્મેટમાં ક્રમશઃ 29, 37 અને 6 વિકેટ ઝડપી છે.

આ પણ જુઓ : વિરાટ કોહલીઃ એક પ્રેમાળ પુત્ર, વ્હાલો ભાઈ અને છે આઈડિયલ પતિ

ICC ના મેચ ઓફિસરોએ બંને બોલરોની બોલીંગ એક્શન પર આરોપ લગાવ્યો હતો
ICC ના જણાવ્યા અનુસાર, મેચ ઓફિસરોએ બંન્ને ટીમોનો રિપોર્ટ સોંપી દીધો છે. આ રિપોર્ટમાં બે બોલરો (અકિલા ધનંજય અને કેન વિલિયમસન)ની એક્શન પર સવાલ ઉભા કરવામાં આવ્યા છે. અકિલા ધનંજયે છેલ્લી મેચમાં શ્રીલંકાને મળેલી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. કેન વિલિયમસને મેચમાં માત્ર ત્રણ ઓવર બોલિંગ કરી હતી.

કેન વિલિયમસન અને અકિલા ધનંજયે 14 દિવસની અંદર ટેસ્ટ આપવી પડશે. ત્યાં સુધી બંન્ને ખેલાડી બોલિંગ કરી શકે છે. બંન્ને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ મેચ ગુરૂવારથી અહીં રમાશે.


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2019 09:55 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK