Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > પ્લિસકોવા બહાર થઈ યુએસ ઓપનમાંથી, ઓસાકા અને ક્વિટોવાએ કરી આગેકૂચ

પ્લિસકોવા બહાર થઈ યુએસ ઓપનમાંથી, ઓસાકા અને ક્વિટોવાએ કરી આગેકૂચ

04 September, 2020 03:27 PM IST | New York
IANS

પ્લિસકોવા બહાર થઈ યુએસ ઓપનમાંથી, ઓસાકા અને ક્વિટોવાએ કરી આગેકૂચ

પ્લિસકોવા

પ્લિસકોવા


યુએસ ઓપનમાં રમાઈ રહેલી મહિલા એક વર્ગમાં કૅરોલિના પ્લિસકોવા બીજા રાઉન્ડમાં હારી જતાં ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. નાઓમી ઓસાકા અને પેટ્રા ક્વિટોવા આગળના રાઉન્ડમાં પહોંચી ગઈ છે. એક કલાક અને ૩૦ મિનિટ રમાયેલી ગેમમાં પ્લિસકોવા ફ્રેન્ચ પ્લેયર કૅરોલિના ગેરસિયા સામે ૬-૧, ૭-૬ (૭-૨)થી હારી ગઈ હતી. સામા પક્ષે બીજી ગેમમાં સીસી બેલીસે ૫૧ મિનિટની ગેમમાં જેનિફર બ્રેડીને ૬-૧, ૬-૨થી માત આપી હતી. પોતે મૅચ હારી જતાં પ્લિસકોવાએ નારાજી વ્યક્ત કરી હતી અને પોતાના પ્રતિસ્પર્ધીનાં વખાણ પણ કર્યાં હતાં. નાઓમી ઓસાકાએ બીજા રાઉન્ડમાં કેમિલા ગિઓર્ગી સામે ૬-૧, ૬-૨થી જીત મેળવી હતી, જ્યારે ક્વિટોવા યુક્રેનની કાટેર્યના કોઝલોવા સામે ૭-૬ (૭-૩), ૬-૨થી જીતીને આગળના રાઉન્ડમાં પ્રવેશ કરવામાં સફળ રહી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2020 03:27 PM IST | New York | IANS

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK