અમારી લીગ ભારતની આઇપીએલ કરતાં મોટી છે એવા દાવા કરતા પાકિસ્તાન સુપર લીગ (પીઅએસઅએલ)ની સોશ્યલ મીડિયામાં આજકાલ ભારે ટીકા થઈ રહી છે. આ ટીકાનું કારણ છે વેસ્ટ ઇન્ડિયન ઑલરાઉન્ડર શેફર્ન રુધરફોર્ડ. રુધરફોર્ડ આઇપીઅેલમાં ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં હતો, જોકે તેને આ સીઝનમાં એક પણ મૅચ રમવાનો મોકો નહોતો મળ્યો. આઇપીઅેલની સમાપ્તિ બાદ રુધરફોર્ડ પાકિસ્તાન સુપર લીગ રમવા દુબઈથી સીધો કરાચી ગયો હતો. કોરોનાને કારણે પાકિસ્તાન સુપર લીગના પ્લે-ઑફ મુકાબલા પોસ્ટપોન કરવામાં આવ્યા હતા અને શનિવારથી અે ફરી શરૂ કરવામાં આવ્યો હતો. ક્વૉલિફાયર-વનમાં કરાચી કિંગ્સ વતી રમતો રુધરફોર્ડ બૅટિંગ કરવા મેદાનમાં ઊતર્યો ત્યારે તેનાં ગ્લવ્ઝે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. રુધરફોર્ડ મુંબઈ ઇન્ડિયન્સ ટીમનાં જ ગ્લવ્ઝ પહેરીને રમી રહ્યો હતો. સોશ્યલ મીડિયા પર આ દૃશ્ય તરત વાઇરલ થયું હતું. રુધરફોર્ડ અને કરાચી ટીમની ભારે ટીકા થવા લાગી હતી અને અમુકે કરાચીની ટીમને સલાહ પણ આપી હતી કે ફાઇનલમાં પ્લીઝ રુધરફોર્ડને નવાં ગ્લવ્ઝ આપજો.
આ પહેલાં પણ રુધરફોર્ડ જ્યારે દુબઈથી કરાચી પહોંચ્યો ત્યારે પણ તેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તે મુંબઈ ઇન્ડિયન્સ ટીમની જર્સી પહેરીને કરાચી પહોંચી ગયો હતો.
પરિવારને જરૂર હોય ત્યારે તેમની સાથે રહેવું જોઈએ: સુરેશ રૈના
3rd January, 2021 14:38 ISTIPL 2020માં બે નવી ફ્રેન્ચાઇઝી ટીમોને BCCIએ આપ્યું ગ્રીન સિગ્નલ
24th December, 2020 16:48 ISTખેલાડીઓ વચ્ચેની દુશ્મનાવટ ઓછી કરવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન છે આઇપીએલનું: સુનીલ ગાવસકર
12th December, 2020 16:29 IST