કપોળ TeEN10 સ્પર્ધામાં ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવનની આજે બે મૅચ

Published: 9th December, 2012 08:16 IST

કેએસજી (કપોળ સ્પોર્ટ્સ ગ્રુપ) દ્વારા કાંદિવલી (વેસ્ટ)ના પય્યાડે ગ્રાઉન્ડમાં આયોજિત કપોળ પ્રીમિયર લીગ-૨૦૧૩ની ઇન્ટર-ક્લબ TEN10 ટુર્નામેન્ટમાં આમંત્રિત ટીમ ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવનની આજે બે મૅચ રમાશે.


આજની પ્રથમ મૅચ (સવારે ૧૦.૦૦થી) જે. પી. ડેવલપર્સ સામે છે. ફસ્ર્ટ રાઉન્ડની આ આખરી મૅચ છે અને ત્યાર પછીની બીજા રાઉન્ડની પ્રારંભિક મૅચમાં ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવનનો વાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મુકાબલો થશે.

મિડ-ડે કપની છેલ્લી પાંચ સીઝનમાં રમી ચૂકેલા ખેલાડીઓમાંથી સિલેક્ટ કરવામાં આવેલા સ્ટાર પ્લેયરોનો ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવનમાં સમાવેશ છે. આ ટીમે પ્રથમ રાઉન્ડની પહેલી બન્ને મૅચ આસાનીથી જીતી લીધા પછી ગયા રવિવારની ત્રીજી મૅચમાં એનો ભારે ઉતાર-ચડાવ અને રસાકસી બાદ માત્ર એક રનથી પરાજય થયો હતો. આ ટીમનું સુકાન છેલ્લા બે વર્ષથી મિડ-ડે કપ જીતી રહેલી ચરોતર રૂખી ટીમનો કૅપ્ટન ખીમજી મકવાણા સંભાળી રહ્યો છે. આજની બન્ને મૅચમાં હરીફ ટીમોની નજર આગલી મૅચોમાં શ્રેષ્ઠ પફોર્ર્મ કરી ચૂકેલા વાગડ વીસા ઓસવાળ જૈનના વિકેટકીપર-બૅટ્સમૅન ધર્મેશ છેડા પર રહેશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK