કપોળ સમાજની સ્પર્ધામાં ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવનનો સતત બીજો વિજય

Published: 26th November, 2012 06:20 IST

કેએસજી (કપોળ સ્પોર્ટ્સ ગ્રુપ)ના ઉપક્રમે કાંદિવલી (વેસ્ટ)ના પય્યાડે ગ્રાઉન્ડમાં કપોળ જ્ઞાતિના પ્લેયરો માટે આયોજિત કપોળ પ્રીમિયર લીગ-૨૦૧૩માં ગઈ કાલે આમંત્રિત ટીમ ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવને સતત બીજી જીત મેળવી હતી.કેએસજી ઇન્ટર-ક્લબ TEN10 ટુર્નામેન્ટમાં ઇન્સાઇડ આર્ટે બૅટિંગ લઈને ૧૦ ઓવરમાં ૭ વિકેટે ૭૭ રન બનાવ્યા હતા જેમાં ઉમંગ શાહના બે સિક્સર તથા એક ફોરથી બનેલા ૩૫ રન હાઇએસ્ટ હતા. ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવનના યોગેશ પડાયાએ ૭ રનમાં એક, હશુર્લ નંદુએ ૮ રનમાં એક, નીતિન સોલંકીએ ૧૫ રનમાં એક અને કુણાલ સોલંકીએ ૨૦ રનમાં એક વિકેટ લીધી હતી. કૅપ્ટન ખીમજી મકવાણાને પચીસ રનમાં વિકેટ નહોતી મળી.

ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવને ૯.૧ ઓવરમાં ૪ વિકેટે ૭૮ રન બનાવીને રોમાંચક મૅચ જીતી લીધી હતી. હશુર્લ નંદુએ એક સિક્સર તથા બે ફોરની મદદથી ૧૦ રનમાં ૨૧ રન, ખીમજી મકવાણાએ એક ફોર સાથે ૮ બૉલમાં ૧૫ રન, યોગેશ પડાયાએ એક ફોર સાથે ૧૨ બૉલમાં ૧૨ રન અને ક્રિશ શાહે પણ એક ફોર સાથે ૧૬ બૉલમાં ૧૨ રન બનાવ્યા હતા.

મૅન ઑફ ધ મૅચ : ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવનનો હશુર્લ નંદુ (૧૦ બૉલમાં ૨૧ રન અને એક વિકેટ)

બેસ્ટ બૅટ્સમૅન : ઇન્સાઇડ આર્ટનો ઉમંગ શાહ (૨૯ બૉલમાં ૩૫ રન)

બેસ્ટ બોલર : ઇન્સાઇડ આર્ટનો હર્ષિત ગોરડિયા (૧૪ રનમાં ત્રણ વિકેટ)

TEN10ની બીજી બે મૅચમાં શું બન્યું?

વોરા ડેવલપર્સ (૧૦ ઓવરમાં ૫૫/૧૦) સામે વાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ (૬.૩ ઓવરમાં ૫૯/૫)ની પાંચ વિકેટે જીત.

મૅન ઑફ ધ મૅચ : વાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સનો દીપક વળિયા (૧૮ બૉલમાં બાવીસ રન અને ૭ રનમાં ત્રણ વિકેટ)

બેસ્ટ બૅટ્સમૅન : વાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સનો પરેશ વળિયા (૧૨ રનમાં ૨૧ રન)

બેસ્ટ બોલર : વાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સનો જીગર મહેતા (૩ રનમાં બે વિકેટ)

જે. પી. ડેવલપર્સ (૧૦ ઓવરમાં ૬૭ રને ઑલઆઉટ) સામે વાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ (૬ ઓવરમાં છ વિકેટે ૭૦ રન)નો ચાર વિકેટે વિજય.

મૅન ઑફ ધ મૅચ : વાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સનો રોનક શાહ (૨૦ બૉલમાં ૩૨ રન અને ૧૫ રનમાં એક વિકેટ)

બેસ્ટ બૅટ્સમૅન : જે. પી. ડેવલપર્સનો જૈમિન મહેતા (૧૨ બૉલમાં ૧૭ રન)

બેસ્ટ બોલર : વાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સનો દીપક વળિયા (પાંચ રનમાં ત્રણ વિકેટ)

FORTY40ની મૅચ કોણ જીત્યું?

સિલ્વર ગ્રુપ (૪૦ ઓવરમાં ૨૫૨/૧૩) સામે ધીરુભાઈ ફાઉન્ડેશન (૩૭.૩ ઓવરમાં ૨૫૩/૭)નો વિજય.

મૅન ઑફ ધ મૅચ : ધીરુભાઈ ફાઉન્ડેશનનો સૌમિલ મહેતા (૯૮ બૉલમાં ૧૦૩ રન)

બેસ્ટ બૅટ્સમૅન : સિલ્વર ગ્રુપનો મોનિશ પારેખ (૬૦ બૉલમાં ૪૭ રન)

બેસ્ટ બોલર : ધીરુભાઈ ફાઉન્ડેશનનો અશોક ગાંધી (૪૧ રનમાં ત્રણ વિકેટ)

નોંધ : (૧) FORTY40 ટુર્નામેન્ટના નિયમ મુજબ દરેક ટીમમાં ૧૧ને બદલે ૧૫થી ૧૬ પ્લેયરોનો સમાવેશ કરી શકાય છે. (૨) કપોળ પ્રીમિયર લીગમાં હવે પછીની મૅચો બીજી ડિસેમ્બરે રમાશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK