Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ધોનીના ચાહક તરીકે હું તેને T20 વર્લ્ડ કપ રમતો જોવા ઇચ્છું છું: કપિલ દેવ

ધોનીના ચાહક તરીકે હું તેને T20 વર્લ્ડ કપ રમતો જોવા ઇચ્છું છું: કપિલ દેવ

02 March, 2020 06:39 PM IST | New Delhi

ધોનીના ચાહક તરીકે હું તેને T20 વર્લ્ડ કપ રમતો જોવા ઇચ્છું છું: કપિલ દેવ

કપિલ દેવ

કપિલ દેવ


ભારત માટે સૌથી પહેલો વર્લ્ડ કપ જીતનાર કપિલ દેવનું કહેવું છે કે તેઓ ૨૦૧૧ના વર્લ્ડ કપ વિજેતા મહેન્દ્ર સિંહ ધોનીને આગામી ટી૨૦ વર્લ્ડ કપમાં રમતો જોવા માગે છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમનો ભૂતપૂ‍ર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડ કપની સેમી ફાઇનલ મૅચ બાદ હવે સીધો આઇપીએલમાં રમતો જોવા મળશે. વિશ્વભરમાં ફેલાયેલા તેના ચાહકોમાંના એક એવા કપિલ દેવ પણ ઇચ્છે છે કે ધોની ટી૨૦ વર્લ્ડ કપ રમે. આ વિશે વિસ્તારપૂર્વક વાત કરતાં કપિલ દેવ કહે છે કે ‘ધોનીના એક ચાહક તરીકે હું પણ તેને ટી૨૦ વર્લ્ડ કપ રમતો જોવા માગું છું, પણ એક ક્રિકેટર તરીકે તે આગ‍ળ કેટલું રમશે એ નિર્ણય ટીમ મૅનેજમેન્ટનો રહેશે. જો તે એક વર્ષ સુધી ન રમે તો તમે શું ધારો છો? મારા ખ્લાયથી તેણે વધારે મૅચ રમવાની જરૂરત છે. પ્રશ્ન માત્ર આઇપીએલ પૂરતો નથી. હું એક એવો માણસ છું જે આગળનું જુએ છે અને એવા પ્લેયરને ગોતે છે જે કમસે કમ ૧૦ વર્ષ સુધી ટીમ માટે રમી શકે. ધોનીએ દેશ માટે ઘણું કર્યું છે અને હવે તે જે કંઈ પણ રમશે અમે એનાથી ખુશ છીએ. હા, બીજા લોકોની જેમ હું પણ તેનો ફૅન છું, પણ માત્ર ધોની રમે છે એટલે હું આઇપીએલ નથી જોતો. આઇપીએલ આવનારી જનરેશન માટેની ગેમ છે અને હું નવી જનરેશનને જોઈ રહ્યો છું.’

વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ ચૅમ્પિયન્સ છે અને તેઓ નૉર્મલ પ્લેયર કરતાં વધુ ઝડપથી કમબૅક કરે છે. તેઓ ફરીથી બાઉન્સ બૅક કરશે અને મને એમાં કોઈ શંકા નથી



- કપિલ દેવ


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2020 06:39 PM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK